Gir Somnath,તા.23
ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી તીર્થ ખાતે આજે ભાદરવી અમાસ નિમિતે દુર દૂર થી યાત્રી ઓ આવેલા અતિ પ્રચલિત એવા મોક્ષ પીપળે પાણી રેડવા નું અનેરું મહત્વ હોવા થી મધ્ય રાત્રિ થી જ ભાવિ ભક્તો પોચી ગયા હતા પ્રાચી તીર્થ ના ભૂ દેવો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ સો વાર કાશી એક વાર પ્રાચી સમાન એવા પ્રાચી તીર્થ નું પિતૃ તર્પણ માટે ઉદગમ સ્થાન હોવાથી લોકો પ્રાચી તીર્થ ખાતે આવી પવિત્ર સરસ્વતી કુંડ મા સ્નાન કરી અતિ પ્રચલિત એવા મોક્ષ પીપળે પોતાના પિતૃઓ ના મોક્ષાર્થે પાણી રેડી સરસ્વતી નદી કિનારે બિરાજમાન શ્રી માધવરાયજી તેમજ લક્ષ્મી જી ના દર્શન કરી જે હાલ સરસ્વતી નદી મા જળમગ્ન છે તેમજ આજ રોજ માધવરાયજી ના હિંડોળા દર્શન પણ ખુલ્લા મૂકતા ભાવિ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી બ્રાહ્મણો ને યથા શક્તિ દાન દક્ષિણા આપી પોતાના પિતૃઓ ના મોક્ષાર્થે પૂજા અર્ચના કરી હતી પ્રાચી ખાતે અમાસ નિમિતે બહોળી સંખ્યા મા માનવ મેદની ઉમટી હતી જેમાં અંદાજે ગત રાત્રી થી અત્યાર સુધી મા એક થી દોઢ લાખ જેટલા ભાવિ ભક્તો પ્રાચી તીર્થ ખાતે એકત્રિત થયા હતા આ તકે કોઈ અઘટિત ઘટના ન બને અને ટ્રાફિક સમસ્યા ઉત્પન ન થાય તે ધ્યાને રાખી સુત્રાપાડા પોલીસ સ્ટાફ દ્વારા ગત રાત્રી થી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો