New Delhi,તા.16
ઈઝરાયેલ તથા ઈરાન વચ્ચેનું યુદ્ધ વધુને વધુ વકરવા સાથે બન્ને દેશો એકબીજાનાં પેટ્રોલીયમ ક્ષેત્રોને નિશાન બનાવવા લાગ્યા હોવાથી ક્રુડતેલનાં ભાવમાં મોટી ઈફેકટ આવવાના અને તે સંજોગોમાં મોંઘવારી ફરી બેકાબુ બનવાના ભણકારા છે.
ઈરાને ઈઝરાયેલનાં ઉતરીય શહેર હાઈફા પર બેલાસ્ટીક મિસાઈલો ઝીંકી હતી જયાં ઈઝરાયેલની કેટલીક તેલ રીફાઈનરી છે. બીજી તરફ ઈઝરાયેલે પણ ઈરાનના અનેક તેલ-ગેસ ક્ષેત્રમાં તથા રિફાઈનરીઓને નિશાન બનાવી હતી.
રીપોર્ટ પ્રમાણે ઈરાનમાં અનેક રીફાઈનરી તથા તેલ-ગેસ ક્ષેત્રો આગની લપેટમાં છે અને તેની હેઠળ ક્રુડતેલમાં ભાવ સળગી શકે છે 20 વર્ષનો સૌથી મોટો ઉછાળો આવવાના ભણકારા છે.
વિશ્વ બજારમાં આજે સવારે ડબલ્યુટીઆઈ ક્રુડ 73.75 ડોલર તથા બ્રેન્ડ ફૂડ 74.97 ડોલર સાંપડયુ હતું. તેમાં સરેરાશ એક ટકાનો વધારો હતો.
આ પૂર્વે ગત શુક્રવારે પણ ક્રુડમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. વૈશ્વિક નિષ્ણાંતો એવી લાલબતી ધરી રહ્યા છે કે મધ્યપૂર્વમાં તનાવ અને યુદ્ધ વકરવાના સંજોગોમાં ક્રુડતેલની કિંમત 120 ડોલરને આંબી શકે છે.
ઈરાનની તેલ સપ્લાય અવરોધાઈ શકે છે જેવા પરીણામો ક્રુડ તેલની કિંમતમાં બહુ મોટી તેજી શકય છે. તેજી અચાનક અને એકસામટી થવાની આશંકા છે. પ્રવર્તમાન હાલત ચકાસવામાં આવે તો ઈરાનના સાઉથ પાર્સ ગેમ ફિલ્ડમાં ઈઝરાયેલ હુમલા બાદ ઉત્પાદન બંધ કરી દેવાયું છે. જયાંથી દૈનિક 1.2 કરોડ કયુબીક મીટર ગેસનું ઉત્પાદન થાય છે આજ રીતે પશ્ચિમ તહેરાનમાં શાહરન તેલક્ષેત્રમાં પણ પ્રચંડ આગ છે.