New Delhi,તા.5
ભારતમાં અમીર વધુને વધુ અમીર બનતો જઈ રહ્યો છે જેને લઈને દેશમાં આર્થિક અસમાનતા વધી છે. દક્ષિણ આફ્રિકાની જી-20 અધ્યક્ષતામાં જાહેર વૈશ્વિક અસમાનતા આંકડામાં સનસનીખેજ ખુલાસો થયો છે કે ભારતના સૌથી અમીર 1 ટકા લોકોમાંની સંપત્તિ વર્ષ 2000 બાદથી 62 ટકા વધી છે.
જયારે ચીનમાં આ વૃધ્ધિ 54 ટકા રહી છે. નોબેલ પુરસ્કાર વિજેતા જોસેફ સ્ટિગ્લિટઝના નેતૃત્વમાં તૈયાર આ અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાના ટોપ 1 ટકા લોકોએ વર્ષ 2000થી 2024 દરમિયાન બનેલી નવી સંપત્તિનો 41 ટકા ભાગ હાંસલ કર્યો, જયારે નીચલા 500 ટકા લોકોના ભાગમાં માત્ર 1 ટકો જ આવ્યો.
રિપોર્ટ અનુસાર આગામી દાયકામાં 70 ટ્રિલિયન ડોલરની સંપત્તિ વારસામાં સ્થળાંતરિત થશે, જેથી અમીર-ગરીબની ખાઈ વધુ વધશે. વૈશ્વિક સમન્વયથી આ સમસ્યાના સમાધાનને ઘણી હદ સુધી સુગમ બનાવી શકાય છે અને આ સબંધમાં જી-20ની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
વિશેષજ્ઞોએ આંતરરાષ્ટ્રીય અસમાનતા સમિતિની રચનાની ભલામણ કરી છે જેથી આ વધતી અસમાનતા પર નજર રાખી શકાય અને નીતિગત સમાધાન કાઢી શકાય.
રિપોર્ટના મહત્વના નિષ્કર્ષ
અસમાનતાની વ્યાપકતા
વિશ્વના 83 ટકા દેશ (જે વૈશ્વિક વસ્તીના 90 ટકાને કવર કરે છે) વર્લ્ડ બેન્કની વ્યાખ્યા મુજબ ઉચ્ચ અસમાનતા વાળા છે.
લોકતાંત્રિક ઘટાડાનો ખતરો
ઉચ્ચ અસમાનતા વાળા દેશો સમાનતા વાળા દેશોની તુલનામાં 7 ગરો વધુ લોકતાંત્રિક ઘટાડાનો સામનો કરે છે.
ધનની અસમાનતા
વર્ષ 2000થી અત્યાર સુધીમાં સૌથી અમીર 1 ટકા લોકોએ જળ સંપત્તિના 41 ટકા પર કબજો કર્યો છે, જયારે નીચલા 50 ટકા લોકોની સંપત્તિમાં માત્ર 1 ટકાનો વધારો થયો છે.
સરેરાશ સંપત્તિ વૃધ્ધિમાં અંતર
અમીર 1 ટકાની સરેરાશ વસ્તી 13 લાખ અમેરિકી ડોલર વધી, જયારે નીચલા 50 ટકાની વસ્તી મા 585 ડોલર વધી (2024ના મૂલ્ય અનુસાર).
વૈશ્વિક અસમાનતાનું વલણ
ચીનમાં આવકમાં વૃધ્ધિના કારણે વૈશ્વિક અસમાનતા કેટલીક ઘટી છે. પરંતુ આગળ ઘટાડાની સંભાવના નિશ્ચિત છે.
ઉતર-દક્ષિણ વિભાજન
ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથ દેશો વચ્ચે આવકનું અંતર હજુ પણ ખૂબ જ મોટું છે.
વારસમાં મળનારી સંપત્તિની અસર
આગામી 10 વર્ષમાં લગભગ 70 ટ્રિલિયન ડોલરની સંપત્તિ વારસામાં સ્થળાંતરિત થશે જે સામાજીક ગતિશીલતા, ન્યાય અને અવસરોની સમાનતા માટે મોટો પડકાર છે.

