Morbi,તા.15
શહેરના બાયપાસ પાસે ઘર નજીક ગાડી રાખવાની ના પાડી હોવાનો ખાર રાખી એક ઇસમેં હોકી લઈને આવી વૃદ્ધને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના શનાળા બાયપાસ રોડ તુલસી પાર્કમાં રહેતા જીવરાજભાઈ લાલજીભાઈ પનારા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધે આરોપી અશોક ઉર્ફે મુન્નો દેવાણંદભાઈ જીલરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી જીવરાજભાઈએ પોતાના ઘર પાસે ગાડી રાખવાની ના પાડી હતી જે સારું નહિ લાગતા આ બબતનો ખાર રાખી આરોપી અશોક જીલરીય હોકી લઈને આવી જીવરાજભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે