New Delhi,તા.2
વડાપ્રધાન મોદીએ પોતાના કાશીમાં 51 માં પ્રવાસ પર વારાણસી પહોંચીને 565.35 કરોડ રૂપિયાની 14 પરિયોજનાઓના શિલાન્યાસ અને ઉદ્દઘાટન કર્યા હતા તેમણે કિસાન સન્માન નિધિનો 20 મો હપ્તો પણ જાહેર કર્યો હતો.પીએમ મોદીએ લોકલ માટે વોકલ બનવાનું આહવાન કરતા જણાવ્યું હતું કે તે ભારતે આર્થિક હિતને લઈને સજાગ રહેવુ પડશે અને સ્વદેશી વસ્તુઓ અપનાવવી પડશે.
કાશીની ધરતી પરથી વડાપ્રધાને ટ્રમ્પ કે અમેરિકાનું નામ લીધા વિના આર્થિક હિતોને લઈને સજાગ રહેવુ પડશે અને સ્વદેશી વસ્તુઓ અપનાવવી પડશે. કાશીની ધરતી પરથી વડાપ્રધાને ટ્રમ્પ કે અમેરિકાનું નામ લીધા વિના ટેરિફ મામલે પરોક્ષ રીતે ટ્રમ્પને જવાબ આપી દીધો હતો વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ હતું કે અમે એજ કરશું જે ભારતનાં હિતમાં હશે.
વડાપ્રધાને કાશીના લોકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વિશ્વની અર્થ વ્યવસ્થા સંકટમાંથી પસાર થઈ રહી છે. ભારતે પણ પોતાના આર્થિક હિતો પ્રત્યે સતર્ક રહેવુ પડશે. તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક અસ્થિરતાનો માહોલ છે.બધા દેશો પોતપોતાના હિતો પ્રત્યે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનવા જઈ રહી છે. એટલે ભારતે પોતાના આર્થિક હિતો પ્રત્યે સજાગ રહેવુ પડશે.
મોદીએ જણાવ્યું હતું કે, અમારી સરકાર દેશનાં સર્વોતમ હિતમા દરેક સંભવ પ્રયાસ કરી રહી છે જે લોકો દેશનું ભાવી ઈચ્છે છે અને ભારતને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા તરીકે જોવા માંગે છે. પછી તે કોઈપણ રાજનીતિક પક્ષ હોય, તેણે પોતાના મતભેદો ભુલી સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે સંકલ્પ લેવો જોઈએ.
વડાપ્રધાને પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, આપણે મત એવી વસ્તુ ખરીદશું જે ભારતીય દ્વારા બનાવાઈ હોય આપણે લોકલ ફોર વોકલ બનવાની જરૂર છે.
મહાદેવનાં આર્શીવાદથી દિકરીઓનાં સિંદુરનો બદલો લીધો
આ તકે વડાપ્રધાને ઓપરેશન સિંદુરનો ઉલ્લેખ કર્યો હતો કે મહાદેવનાં આર્શીવાદથી દીકરીઓનો બદલો લીધો છે તેમણે વધુમાં જણાવ્યુ હતું કે ઓપરેશન સિંદુર પછી હું પહેલીવાર કાશી આવ્યો છુ.22 મી એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલો થયો હતો.
26 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. મારી દીકરીઓનાં સિંદુરનો બદલો લેવાનું મેં વચન આપ્યુ હતું. તે મહાદેવનાં આર્શીવાદથી પુરૂ થયુ છે. મહાદેવનાં આર્શીવાદથી આ શકય બન્યુ હતું.
સ્વદેશી માટે વડાપ્રધાનની હાકલ
આપણે એ જ વસ્તુ ખરીદશું જેના માટે ભારતના લોકોએ પરસેવો પાડયો છે
નવી દિલ્હી: વડાપ્રધાને સ્વદેશી વસ્તુઓ પર ભાર મુકતા જણાવ્યું હતું કે દેશના લોકો સ્વદેશીનો સંકલ્પ લે. આપણે એ વસ્તુઓ ખરીદશું જેમાં ભારતના લોકોએ પરસેવો વહાવ્યો છે. આપણે વોકલ ફોર લોકલનો મંત્ર અપનાવવો પડશે.
આપણે સંકલ્પ લેવો પડશે કે આપણે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવું પડશે. આપણા ઘરમાં જે નવો સામાન આવશે તે સ્વદેશી જ હશે. આ જવાબદારી દેશના લોકોએ લેવી પડશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે દેશના નાગરિક તરીકે આપણી અનેક જવાબદારી છે તેમાંની એક છે સ્વદેશીનો સંકલ્પ, વડાપ્રધાને કહ્યું હતું કે ભારતમાં જ લગ્ન સમારોહો યોજો.