Mumbai,તા.19
દીપિકા પદુકોણે ‘કલ્કિ ૨૮૯૮ એડી’ ફિલ્મ માટે પોતાની ફીમાં પચ્ચીસ ટકા વધારો માગતા અને વધારે પૈસા લીધા પછી પણ પોતે સાત જ કલાક કામ કરશે તેવી શરતો મૂકતાં આખરે નિર્માતાઓએ તેને ફિલ્મમાંથી તગેડી મૂકી છે. ફિલ્મ નિર્માતાએ આજે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે દીપિકા હવે આ ફિલ્મનો હિસ્સો નથી. પોસ્ટમાં જણાવાયું હતું કે દીપિકા તરફથી કમીટમેન્ટનો અભાવ વર્તાયો છે.
નિર્માતાએ દીપિતાને તે વધારે સમય રોકાય તો અલ્ટ્રા લકઝુરિયસ વેનિટી વેન આપવાની દરખાસ્ત કરી હતી. પણ દીપિકાએ સાત કલાકની જીદ પકડી લાખી હતી. બીજી તરફ દીપિકાએ એવી ડિમાન્ડ પણ કરી હતી કે પોતાની સાથે પચ્ચીસ લોકોનો સ્ટાફ આવશે અને બધાને ફાઈવ સ્ટારમાં જ ઉતારો આપવાનો રહેશે તથા તમામના ભોજનના ખર્ચા પણ નિર્માતાએ આપવાના રહેશે. અગાઉ પ્રભાસની ‘સ્પિરિટ’ ફિલ્મમાંથી પણ સંદીપ રેડ્ડી વાંગાએ આવાં જ નખરાંને કારણે દીપિકાને દરવાજો દેખાડી દીધો હતો. તે પછી તેના સ્થાને તૃપ્તિ ડિમરી ગોઠવાઈ ગઈ છે. હવે દીપિકાએ પ્રભાસ સાથેની જ આ બીજી ફિલ્મ ગુમાવી દીધી છે.