New Delhi,તા.10
પાટનગર દિલ્હીની ધારાસભા પદે ફેબ્રુઆરીમાં યોજાનારી ધારાસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સતત ચોથી વખત સતા કબજે કરવા તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.
જેમાં 20 નામોમાં પુર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી મનીષ સીસોદીયાની બેઠક બદલાઈ છે. મનીષ સીસોદીયા હવે જંગપુરાથી ચુંટણી લડશે તો તેમની બેઠક પહાડગંજમાં અવધ ઓઝાને ટિકીટ અપાઈ છે.
જેમાં હાલમાંજ ‘આપ’ માં જોડાયા છે તો રાખી બિડલા હવે માદીપુરથી ચુંટણી લડશે. હાલમાંજ ‘આપ’માં સામેલ થયેલા જીતેન્દ્ર શેટીને શાહદારની ટિકીટ અપાઈ છે. આ યાદીમાં નવા ચહેરા વધુ છે. આમ આમ આદમી પાર્ટી શાસન વિરોધી માહોલ બદલવા માંગે છે.