ત્રાપજથી સથરાને જોડતો પાંચ કિ.મી.નો રસ્તો છેલ્લા ઘણાં સમયથી બિસ્માર થઈ ગયો છે. જેના કારણે સથરા તેમજ આજુબાજુના ભારાપરા, મથાવડા, તખતગઢ, પાદરી, તરસરા, ઈરોસા સહિતના ગામોના લગભગ ૪૦ હજારથી પણ વધુ લોકો તેમજ સિધ્ધનાથ મહાદેવ, ગણેશ મંદિર જેવા ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ માટે પણ આ રસ્તો ખૂબ જ ઉપયોગી છે. આ ગામોના લોકોને જિલ્લા મથક ભાવનગર જવા માટે સથરા-ત્રાપજનો એક માત્ર રસ્તો જોડતો હોય, ખખડધજ રોડના કારણે લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે. અહીંથી કોઈ સરકારી એસ.ટી. બસ ચાલતી ન હોય, ખરાબ રસ્તાના કારણે ખાનગી વાહનધારકો પણ વધુ ભાડા વસૂલતા હોવાની રાવ ઉઠી છે. વધુમાં આ રસ્તો છેલ્લે ૨૦૧૬માં બનાવવામાં આવ્યો હતો. નવ વર્ષમાં રોડની હાલત ખખડધજ થઈ ગઈ હોય, સથરા ગામના આગેવાનોએ જિલ્લા પંચાયતના સદસ્ય અને બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન, જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય વગેરેને લેખિતમાં રજૂઆત કરી નવો માર્ગ બનાવવાની માંગણી ઉચ્ચારી છે.
Trending
- ભારતીય મૂળના ટ્રમ્પ વિરોધી નેતા મમદાનીની ન્યૂ યોર્કના મેયર તરીકે ચૂંટણી-શું આ ભારત માટે ગર્વ છે કે પડકાર?
- Trump ની આર્થિક શક્તિઓ પર સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણી-અમેરિકન બંધારણવાદ
- જો રાહુલ ગાંધી પાસે પુરાવા હોય, તો તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ, Rajnath Singh
- 09 નવેમ્બર નું પંચાંગ
- 09 નવેમ્બર નું રાશિફળ
- Zarine Khanના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિ મુજબ કરવામાં આવ્યા
- Gujarat માંથી પાકિસ્તાનમાં પૈસા મોકલવાનું મસમોટું કૌભાંડ, હર્ષ સંઘવીએ માહિતી આપી
- રાહત પેકેજ,Junagadh જિલ્લાના મેંદરડાના ખાલપીપલી ગામના ખેડૂતોએ પ્રદર્શન કર્યું

