ચકર આવતા પડી ગયેલ હોવાનું તારણ પરિવારમાં આક્રંદ છવાયો
Rajkot
Dhoraji ફાટક જુનાગઢ રોડ પર ગઈકાલ સાંજે ચાલુ રિક્ષાએ પાછળ બેઠેલી ૪૦ વર્ષીય મહિલા પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર મળે તે પહેલા મહિલાએ દમ તોડ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો
આ અંગે મળતી માહિતી મુજબ જુનાગઢ રોડ પર રહેતી રીટાદેવી બબનકુમાર પાસવાન ઉંમર વર્ષ ૪૦ વર્ષીય મહિલા ગઈકાલે સાંજે ૬૦૦ વાગે આસપાસ રિક્ષામાં બેસીને જતી હતી ત્યારે કોઈ કારણોસર પાછળથી પડી જતા માથાના ભાગે ગંભીર જાઓ પહોંચી હતી જેથી તાત્કાલિક સારવાર અર્થ પ્રથમ ધોરાજી બાદ રાજકોટની ખા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં સારવાર મળે તે પહેલા તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી ઘટનાની જાણ થતા ધોરાજી સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો મૃતકના પતિ કાસ્ટિંગ નું કામ કરતા હોય અને સંતાનમાં એક પુત્ર એ માતાની મમતા ગુમાવતા પરિવારમાં આક્રમ છવાયો હતો આ અંગે પોલીસે વધુ તપાસ કરી છે.

