માતા-પિતાના અવસાન બાદ બહેન બનેવી સાથે રહેતો યુવક લાંબા સમયથી ડિપ્રેશનમાં હોવાનું પગલુ ભર્યું
Rajkot
શહેરના મવડી વિસ્તારમાં શિક્ષક યુવકે ઘરમાં જાત જલાવ્યા બાદ શેરીમાં દોટ મુકતા નાશભાગ મચી જવા પામી હતી. પડોશીઓ દ્વારા યુવકને બચાવવા માટે પાણી અને ગોદડા માથે નાખ્યા હતા ઘટનાને પગલે તાત્કાલિક યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સારવાર મળે તે પહેલા તેમનું મોત નીપજ્યું હતું યુવકના માતા-પિતાના અવસાન થયા બાદ બહેની સાથે રહેતો હતો. પરંતુ એકલવાયા જીવનથી ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતો હતો કાદાચ આ કારણે જ પગલું ભરી લીધાની શક્યતા સેવાઈ રહી છે.
બનાવના પગલે માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આ અંગે મળતી માહિતી મુજબ મવડીમાં આંબેડકરનગર શેરી નં-૧માં રહેતા અને પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા મિતેશ જયસુખભાઈ તેરૈયા ઉંમર વર્ષ ૩૫ વર્ષીય યુવકે રવિવારે બપોરે ઘરના ફળીયામાં જાતે શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દેતા ભડભડ સળગી ઉઠ્યો હતો અને સળગતી હાલતમાં ઘરની બહાર શેરીમાં દોટ મુકતા અરેરાટી વ્યાપી ગઈ હતી. રાડો પાડતા યુવકને બચાવવા પડોશીઓ બહાર દોડી જઈ પાણી અને ગોદડા માથે નાખી બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવક ત્યાંજ ભડથું થઇ ગયો હતો.
ઘટનાની જાણ પોલીસ અને ૧૦૮ને કરવામાં આવતા ૧૦૮ ઘટના સ્થળે પહોંચી ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે માલવીયાનગર પોલીસે જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ માટે સિવિલ ખસેડી તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર યુવકના પિતાનું ઘણા વર્ષ પહેલા અવસાન થયું હતું બાદમાં આંબેડકરનગરમાં માતા સાથે રહેતો હતો. માતાનું પણ કોરોનમાં અવસાન થયું હતું. લગ્નને બે વર્ષમાં જ છૂટાછેડા થઇ જતા હાલમાં રણુજા મંદિર પાસે રહેતા એકની એક બહેન અને બનેવી ભેગો રહેતો હતો. એકલવાયું જીવનથી કંટાળી પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

