Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Moti Paneli પંચાયત હસ્તકની મિલકતની ભાડેથી જાહેર હરાજી કરવામાં આવી

    September 13, 2025

    Jamnagar: પીપર ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપી ફરાર

    September 13, 2025

    Jamnagar: એક વાડીની કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેવાથી એક યુવાનનું વિજ આંચકો લાગતાં મૃત્યુ

    September 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Moti Paneli પંચાયત હસ્તકની મિલકતની ભાડેથી જાહેર હરાજી કરવામાં આવી
    • Jamnagar: પીપર ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપી ફરાર
    • Jamnagar: એક વાડીની કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેવાથી એક યુવાનનું વિજ આંચકો લાગતાં મૃત્યુ
    • Upleta: ખાખીજાળીયા ગામની સીમમાંથી જુગારની કલમ પકડાઈ, 11ની ધરપકડ
    • Upleta: વડાળી ગામનો શખ્સ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો
    • Rajkot: જિલ્લામાં પાંચ સ્થળોએ જુગારના દરોડા, પાંચ મહિલા સહિત 27 શકુની ઝડપાયા
    • Rajkot: લોક અદાલતમાં ૬૦ ટકા કેસનો સમાધાનથી નિકાલ
    • Rajkot: ગાયત્રી નગર મેઇન રોડ પર બાઈક સાથે અકસ્માત બાદ સારવારમાં દમ તોડ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»નિરાશામાં આશા રાખવાની કથા Dhoniએ હકીકત બનાવી?
    ખેલ જગત

    નિરાશામાં આશા રાખવાની કથા Dhoniએ હકીકત બનાવી?

    snsnews2024@gmail.comBy [email protected]February 15, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    2016માં Mahendrasinh Dhoniની Indian Cricket Team Australiaમાં પાંચ વન ડે મેચોની સીરિઝ રમવા ગઈ એ વખતે કોઈએ આશા નહોતી રાખેલી કે Mahendra Singh dhoniની આ ટીમ ઝાઝું કંઈ ઉકાળશે. Australiaમાં આપણી ટીમનો રેકોર્ડ સાવ કાઢી નાંખ્યા જેવો હતો તેના કારણે લોકોને બહુ આશા નહોતી. તેમાં પણ પહેલી ચાર વન ડે મેચોમાં ઓસ્ટ્રેલિયનોએ આપણને જે રીતે ધિબેડ્યા તેના કારણે તો રહીસહી આશા પણ જતી રહી હતી ને આ ટીમ આબરૂ બચાવવા ખાતર એકાદ મેચ જીતે તો પણ ઘણું એવું બધા માનવા લાગેલા. Indiaને હારતું જોતાં જ જેમનાં લોહી ઉકળી ઉઠે છે તેવા Cricket ચાહકો તો Mahendra Singh dhoniની ટીમને મણ મણની ચોપડાવવા પણ માંડેલા.
    સદનસીબે છેલ્લી વન ડે મેચમાં આપણે જંગી સ્કોર ચેઝ કરીને જીત મેળવી ત્યારે ક્રિકેટ ચાહકોને થોડીક રાહત થયેલી. સાવ આબરૂનો કચરો થતો બચી ગયો ને સમ ખાવા માટે પણ એક જીત મેળવી લીધી ખરી એવું લોકોને આશ્ર્‌વાસન મળી ગયેલું. વન ડે સિરીઝની સમાપ્તિ પછી તરત જ ટી ૨૦ શ્રેણી શરૂ થવાની હતી ને આપણી ટીમે One Day seriesમાં જે રીતે ધોળકું ધોલેળું તેના કારણે T20માં પણ આ ટીમ ઝાઝું ઉકાળશે તેવી આશો લોકોને નહોતી એ કબૂલવું પડે.
    આ એક અઠવાડિયા પહેલાંની વાત છે ને એક અઠવાડિયામાં આખું પિક્ચર જ બદલાઈ ગયું. માત્ર એક અઠવાડિયામાં જ જે લોકો Indian Cricket Teamને મણ મણની ચોપડાવતા હતા એ જ લોકો ત્યારે Mahendra Singhની ટીમ પર ઓળઘોળ હતા અને તેનાં ઓવારણાં લેતાં થાકતા ન હતા. તેનું કારણ શું છે તે કહેવાની જરૂર નથી ને Cricket ચાહકો Mahendra Singhની ટીમ પર ઓળઘોળ થઈ જાય એ માટે કારણ પણ છે. Mahendra Singhની Indian Cricket Team ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ T20 મેચમાં પણ Australiaને કારમી હાર આપી અને એ રીતે ત્રણ મેચોની શ્રેણી ૩-૦થી જીતી લીધી છે.
    Indiaની આ Team ઐતિહાસિક છે ને Dhoniની ટીમે આ સાથે ઈતિહાસ રચી દીધો હતો કેમ કે Australiaએ ક્રિકેટ રમવાની શરૂઆત કરી એ પછી પહેલી વાર એવું બન્યું છે કે તેનો તેની જ ધરતી પર કોઈ વિદેશી ટીમે White Wash કર્યો હોય. T20 મેચો તો હમણાં રમાવા માંડી પણ આ પહેલાં Test કે One Day International મેચોમાં પણ કોઈ ટીમ Australiaનો ઓસ્ટ્રેલિયાની ધરતી પર White Wash કર્યો હોય એવું બન્યું નહોતું. Cricketના ઈતિહાસમાં એક એકથી ચડિયાતી ટીમો આવી ગઈ અને જેમના નામની ચર્ચા આજેય કરાય છે એવા ધૂરંધર કેપ્ટનો પણ આવી ગયા. West Indiesના ક્લાઈવ લોઈડની ટીમે One Day Cricketમાં ને Test Cricketમાં પણ એક દાયકા લગી એકચક્રી શાસન કરેલું પણ લોઈડની ટીમ Australiaનો ઓસ્ટ્રેલિયાની ધરતી પર White Wash નહોતી કરી શકી. એ રીતે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી કોઈ પણ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનો તેની ધરતી પર વ્હાઈટ વોશ નહોતો થયો. Dhoniની ટીમે એ પરાક્રમ કરીને ઈતિહાસ રચી દીધો છે. Mahendra Singhની ટીમે એ રીતે એક અઠવાડિયામાં જ પાસુ જ પલટી નાંખ્યું ને ક્રિકેટ ચાહકો ઝૂમી ઉઠે તેવો દેખાવ કરીને જલસો કરાવી દીધો.
    Indian ટીમે છેલ્લી One Day Matchમાં જીત સાથે Australia સામે સળંગ ચોથી જીત મેળવી ને આ ચારેય જીત યાદગાર બની રહી પણ પાઘડીનો વળ છેડે આવે તેમ છેલ્લી T29 Matchની છેલ્લી ઓવર જબરદસ્ત રહી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી ટી ટ્‌વેન્ટી મેચ આખી જ રીયલ થ્રીલર બની હતી પણ ભારે ચડાવ ઉતારવાળી આ મેચમાં છેલલી ઓવરમાં તો કાચાપોચાનાં હૃદય જ બેસી જાય એવી હાલત હતી.
    ભારતને છેલ્લી ઓવરમાં જીતવા માટે ૧૭ રનની જરૂર હતી ને ઓસ્ટ્રેલિયા સામે એક ઓવરમાં ૧૭ રન કરવા કેટલા કપરા છે એ કહેવાની જરૂર નથી. દુકાળમાં અધિક માસની જેમ યુવરાજસિંહ સ્ટ્રાઈક પર હતો તેના કારણે લોકોને ભારત એક ઓવરમાં ૧૭ રન કરી શકશે કે કેમ તેમાં શંકા હતી. યુવરાજસિંહે એ પહેલાં ૯ બોલમાં ગણીને ૫ રન કરેલા તેના કારણે લોકોને એવું જ લાગતું હતું કે આ માથે પડેલો મૂરતિયો આપણને હરાવશે ને ઈતિહાસ રચવાની હાથમાં આવેલી તક જતી રહેશે.
    સદનસીબે યુવરાજ માટે દસેરાના દાડે જ ઘોડું દોડે એવો ઘાટ થયો ને ખરા તાકડે જ યુવરાજસિંહનું બેટ બરાબર ચાલ્યું. યુવરાજસિંહે મેચના પહેલા બોલે બાઉન્ડરી ઠોકી દીધી અને ચમકારો બતાવીને સંકેત આપી દીધો કે, અભી તો મેં જવાન હૂં. બીજા બોલે તો ભાથીડો બરાબરનો ખિલ્યો અને પોતાના ટ્રેડમાર્ક જેવો શોટ ઠોકીને સિક્સર ફટકારીને મેચને ભારતની તરફેણમાં લાવી દીધી. યુવરાજે પહેલા બે બોલે આ ઠોકાઠોક ના કરી હોત તો ભારત મેચ હારી જ ગયું હોત તે જોતાં યુવરાજને ઘણી ખમ્મા. યુવરાજ રમ્યો એ ત્રીજો બોલ ખાલી ગયો હતો પણ સુરેશ રૈના દોડી જતાં બાયનો એક રન આવ્યો હતો અને રૈના સ્ટ્રાઈક પર આવ્યો હતો.
    ભારતને ત્રણ બોલમાં છ રન કરવાની જરૂર હતી. રૈનાએ એ પછી ચોથા બોલે બે રન લીધા હતા. પાંચમા બોલે તેણે ફાઈન લેગ તરફ બોલને ફટકાર્યો હતો ને એ બોલ બાઉન્ડરી બહાર જતો રહેશે એવું લાગતું હતું અને રૈનાએ દોડતાં દોડતાં સેલિબ્રેશન પણ શરૂ કરી દીધું હતું પણ બોયસેએ બાઉન્ડરી પર શાનદાર ફિલ્ડિંગ કરીને બે રન રોકતાં મેચ છેલ્લા બોલ પર ગઈ હતી.
    છેલ્લા બોલે ભારતને જીતવા માટે બે રનની જરૂર હતી ત્યારે વોટસને તમામ ફિલ્ડરોને ૩૦ વારની બાઉન્ડરીની અંદર બોલાવીને રૈના પર દબાણ પેદા કરવા પ્રયાસ કર્યો હતો પણ રૈનાએ છેલ્લા બોલે બાઉન્ડરી ફટકારી ભારતને યાદગાર જીત અપાવી દીધી. એ સાથે જ આખા દેશમાં વગર દિવાળીએ દિવાળી થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક અભૂતપૂર્વ જીત સાથે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસની સમાપ્તિ થઈ.
    ભારતે આ ઈતિહાસ રચ્યો તેમાં ઘણા બધાનું યોગદાન છે અને એક રીતે આ ટીમ સ્પિરિટની જીત છે. વન ડે મેચોમાં રોહિત શર્મા ને વિરાટ કોહલી બરાબર ચાલેલા પણ બોલરોએ ઈજ્જતનો કચરો કરેલો તેમાં આપણે ધોળકું ધોલેળું. આ વખતે બોલરો પણ બરાબર ચાલ્યા ને ખરા તાકડે ચાલ્યા તેમાં આપણો વટ પડી ગયો. આપણા માટે બોલિંગમાં સારી વાત એ રહી કે આ વખતે ધોનીએ હિંમત કરીને જસપ્રીત બૂમરાહ ને હાર્દિક પંડ્યા જેવા નવા નિશાળિયાઓ પર વધારે ભરોસો મૂક્યો ને એ ભરોસો કામ કરી ગયો. સામે ખાસ ટી ટ્‌વેન્ટી માટે જ ટીમમાં લેવાયેલા આશિષ નહેરાએ પણ કમાલ કરી. વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, સુરેશ રૈના, મહેન્દ્રસિંહ ધોની વગેરે તો સારી બેટિંગ કરતા જ હતા તેથી તેમના યોગદાનને પણ કબૂલવું જ પડે. એ લોકોએ જ તડાફડી બેટિંગમાં કરી તેના કારણે જ પહેલી બે મેચોમાં આપણા બોલરો સ્કોર ડીફેન્ડ કરી શક્યા ને છેલ્લી મેચમાં તો તેમણે સ્કોર ચેઝ કરીને ચમત્કાર જ કરી દીધો.

    australia CRICKET Dhoni Indian Cricket Team Mahendra Singh Dhoni T20
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    [email protected]
    • Website

    Related Posts

    ખેલ જગત

    સૂર્ય પાસે સુવર્ણ તક છે; Rohit-Dhoni’ ના પરાક્રમને પુનરાવર્તિત કરવાની તક, પાકિસ્તાન સામેની જીત કામ કરશે

    September 13, 2025
    ખેલ જગત

    Asia Cup 2025 ની પહેલી જ મેચમાં, પાકિસ્તાની કેપ્ટન મૂર્ખ સાબિત થયો, બધા જ દાવપેચ વ્યર્થ ગયા

    September 13, 2025
    ખેલ જગત

    Abhishek Sharma સુફિયાન સાથે જૂનો હિસાબ સરભર કરવા માંગે છે, છેલ્લી વખત બંને વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી

    September 13, 2025
    ખેલ જગત

    T20 cricket માં એક મોટી સિદ્ધિ, ઇંગ્લેન્ડ આવું કરનાર વિશ્વની ફક્ત ત્રીજી ટીમ બની

    September 13, 2025
    ખેલ જગત

    અમારે હજુ પણ બેટિંગમાં સુધારો કરવાની જરૂર છે,Salman Ali Agha

    September 13, 2025
    ખેલ જગત

    BCCI ના પ્રમુખ બનવાની અટકળોને સચિન તેંડુલકરે ફગાવી

    September 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Moti Paneli પંચાયત હસ્તકની મિલકતની ભાડેથી જાહેર હરાજી કરવામાં આવી

    September 13, 2025

    Jamnagar: પીપર ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપી ફરાર

    September 13, 2025

    Jamnagar: એક વાડીની કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેવાથી એક યુવાનનું વિજ આંચકો લાગતાં મૃત્યુ

    September 13, 2025

    Upleta: ખાખીજાળીયા ગામની સીમમાંથી જુગારની કલમ પકડાઈ, 11ની ધરપકડ

    September 13, 2025

    Upleta: વડાળી ગામનો શખ્સ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો

    September 13, 2025

    Rajkot: જિલ્લામાં પાંચ સ્થળોએ જુગારના દરોડા, પાંચ મહિલા સહિત 27 શકુની ઝડપાયા

    September 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Moti Paneli પંચાયત હસ્તકની મિલકતની ભાડેથી જાહેર હરાજી કરવામાં આવી

    September 13, 2025

    Jamnagar: પીપર ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપી ફરાર

    September 13, 2025

    Jamnagar: એક વાડીની કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેવાથી એક યુવાનનું વિજ આંચકો લાગતાં મૃત્યુ

    September 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.