Ahmedabad,,તા.૩૦
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭ ટકા ઓબીસી અનામતના નિર્ણયને લઈને રાજ્ય સરકારને મોટી રાહત મળી છે. પાસ નેતા દિનેશ બાંભણીયા દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭ ટકા ઓબીસી અનામત લાગુ કરવાના નિર્ણયને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જોકે હાઈકોર્ટ દ્વારા આ પડકારતી અરજીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે રાજ્ય સરકારને મોટી રાહત મળી છે તેવું કહી શકાય. સમગ્ર મામલે પાસ નેતા દિનેશ બાંભણીયા દ્વારા જ્યારે અરજી કરવામાં આવી ત્યારે ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા.
દિનેશ બાંભણીયા દ્વારા જે અરજી કરવામાં આવી હતી કે અરજીમાં તેમણે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રાજ્ય સરકારનો નિર્ણય સુપ્રીમકોર્ટની માર્ગદર્શિકા અને હુકમથી વિપરીત છે. જેથી આ અરજી જે તે સમયે ચર્ચાનું કેન્દ્ર બની હતી. સાથે જ દિનેશ બાંભણીયાએ અરજીમાં એવી પણ માગ કરવામાં આવી હતી, કે ઇડબ્લ્યૂએસ કેટેગરીને પણ લાભ આપવામાં આવે.
જોકે હાઈકોર્ટ દ્વારા આજે આ અરજીનો નિકાલ કરવામાં આવ્યો અને સરકારને મોટી રાહત આપવામાં આવી છે. અગાઉ ઓબીસી પંચની નિમણૂક અને કાર્યપદ્ધતિ મુદ્દે આ અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે હાઈકોર્ટ દ્વારા આ અરજીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.