Junagadh તા. ૧૧
આ વર્ષના વિશ્વ વસ્તી દિવસ ૨૦૨૫ નુ સૂત્ર “ માં બનવાની ઉંમર એ જ, જ્યારે શરીર અને મન તૈયાર હોય” તે અંતર્ગત વિશ્વ વસ્તી દિવસ ૨૦૨૫ ની ઉજવણીના હેતુથી આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ, જૂનાગઢ ખાતે જનજાગૃતી માટે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતુ.
જૂનાગઢની જીએમઈએઆરએસ મેડિકલ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય સંજય ભાઈ કોરડીયા, આરોગ્ય સમીતી ચેરરમેન સોમાતભાઈ વાસણ, મેડિકલ કોલેજના ડીન, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. અલ્પેશ સાલ્વી, સિવિલ સર્જન ડો. પાલા , અધિક ડીન ડો. દિનેશ પરમાર, વિપુલભાઈ કાવાણી, અનકભાઈ ભોજક વિગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર રહેલ મહાનુભાવો દ્વારા વસ્તી વિષયક મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવેલ.
આ તકે આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢ તંત્ર હેઠળના કાર્યરત ૮૦ જેટલા આરોગ્ય કર્મચારી/અધિકારીઓ તેમજ પ્રસૂતી વિભાગ GMERS જૂનાગઢને વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન સ્વાસ્થ્ય સેવાલક્ષી સરકારની યોજનાઓનો લાભ જન જન સુધી પહોંચાડી ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરવા બદલ, માહાનુભાવોના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા ADHO ડો. ઝાલા, RCHO ડો. સુતરીયા તેમજ સમગ્ર આરોગ્ય શાખા ની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી.