New Delhi તા, 31
ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની કુલ ઇનામી રકમ 1,032 કરોડ રૂપિયા છે જ્યારે પુરુષ સિંગલ્સ ચેમ્પિયનને ટાઇટલ જીતવા પર 52.60 કરોડ રૂપિયાની જંગી ઇનામી રકમ મળશે. પરંતુ શું તમે જાણો છો કે ટેનિસ ઇતિહાસમાં સૌથી વધુ ઇનામી રકમ જીતનાર ખેલાડી કોણ છે…
આ રેકોર્ડ સર્બિયાના દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચના નામે નોંધાયેલો છે. 37 વર્ષીય જોકોવિચ અત્યાર સુધી આશરે 1,861 કરોડ રૂપિયાની ઇનામી રકમ જીતી ચૂક્યા છે. આ માત્ર એ જ રકમ છે, જે તેમણે કોર્ટ પર અલગ-અલગ ટૂર્નામેન્ટ જીતીને પ્રાપ્ત કરી છે.
સેરેના મહિલાઓમાં મની ક્વીન…
જો મહિલાઓની વાત કરીએ તો 23 સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ જીતનારી અમેરિકાની 42 વર્ષીય દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ સૌથી વધુ ઇનામી રકમ જીતવાની યાદીમાં ટોચ પર છે.
આ પાંચ સૌથી આગળ
નોવાક જોકોવિચ, સર્બિયા : 1,861 કરોડ રૂપિયા
એલેક્ઝાન્ડર ઝવેરેવ, જર્મની : 655 કરોડ રૂપિયા
રાફેલ નડાલ, સ્પેન : 1,290 કરોડ રૂપિયા
રોજર ફેડરર, સ્વિટ્ઝરલેન્ડ : 1,248 કરોડ રૂપિયા
જેનિક સિનર, ઇટાલી : 665 કરોડ રૂપિયા
ભારતીયોમાં લિએન્ડર પેસ સૌથી આગળ –
લિએન્ડર પેસ : 69.47 કરોડ રૂપિયા
રોહન બોપન્ના : 71.27 કરોડ રૂપિયા
સાાનિયા મિર્ઝા : 82.કરોડ રૂપિયા

