Washington,તા.20
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા છેડવામાં આવેલી ટેરીફ વોરમાં હવે ભારત સહિતના દેશો જે ટેરીફ અમેરિકી ઉત્પાદનો લગાવે છે તેજ દર વધતા લાગુ કરવા તા.2 એપ્રિલની ડેડલાઈન નજીક આવી રહી છે અને હાલમાંજ વ્યાપારમંત્રી શ્રી પીયુષ ગોયલની અમેરિકા મુલાકાત પણ કોઈ પરિણામ લાવી શકી નથી.
તેથી એક તરફ ભારત હવે આ ટેરીફવોરનો સામનો કરવા એલર્ટ બની ગયુ છે. તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ હતું કે, આશા છે ભારત તા.2 એપ્રિલ પુર્વે અમેરિકી ઉત્પાદનો પરનો ટેરીફ ઘટાડશે તેમ નહી કરે તો અમો ભારત જે દરે ટેરીફ લગાવે છે તે જ દરે અમેરિકામાં આયાત પર ટેરીફ લાગશે.
જો કે તા.2ના આગમન પુર્વે જ ભારતે તેની પોઝીશન બનાવવા લાગી છે અને અમેરિકાએ જે રીતે સ્ટીલ આયાત પર 25%નો ટેરીફ લાગુ કર્યો છે તેથી ચીન, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશોનું સ્ટીલ ભારતમાં ડમ્પ થાય તેવી શકયતા એ ભારત સરકાર ગઈકાલે જ સ્ટીલ આયાત પર 12% એન્ટી ડમ્પીંગ કે સુરક્ષા ડયુટી લગાવ દીધી છે.
દેશના ઘરેલુ સ્ટીલ ઉદ્યોગના હિત જાળવવા ભારતે આ પગલુ લીધુ છે. અમેરિકાએ બ્રિટન, કેનેડા, યુરોપીયન દેશો અને અન્ય દેશોના સ્ટીલ આયાત પર 2% ડયુટી લાદી છે જેથી વિદેશી કંપનીઓ ભારતમાં તેના નવા બજાર શોધવા આવે તેવી ધારણા છે.
ભારત અને અમેરિકા વચ્ચે 100 બીલીયન ડોલરની વ્યાપાર ખાધ એ ભારતની ફેવરની છે જે ટ્રમ્પને ખૂચે છે અને ભારતે ટ્રમ્પ શાસનના આગમન સાથેજ અમેરિકી આલ્કાહોલ જે 150% ટેરીફ હતો તે ઘટાડયો છે પણ ટ્રમ્પનો આગ્રહ કૃષી ઉત્પાદનો પર જે 100% ટેરીફ છે તે ઘટાડવાનો છે અને ભારતના ખેડુતોને જે રીતે સરકાર સહાય સબસીડી વિ. આપે છે તે પણ તેની નજરમાં છે. જો ભારત કૃષી ઉત્પાદનો પર ટેરીફ ઘટાડે તો અમેરિકન જ નહી.
દુનિયાભરના સસ્તા કૃષી ઉત્પાદનો ભારતમાં ઠલવાય તેવી શકયતા છે. જે ભારતના કૃષી ક્ષેત્ર માટે મોટો ફટકો હશે. આમ કૃષી ઉત્પાદનો પર ટેરીફ એ ભારત-અમેરિકા વચ્ચે મોટો મુદો બની શકે. સરકારને રાજકીય રીતે સંવેદનશીલ આ મુદા પર હિંમતભર્યા નિર્ણય લઈ શકે નહી અને ટ્રમ્પને ખુશ કરી શકે નહી તો પણ ટ્રેડવોરમાં મુશ્કેલી થઈ શકે છે.