ભારત પર અમેરિકાના ટેરીફ અંગે ગઈકાલે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી જાહેરાતમાં ભારત 27% ટેરીફની યાદીમાં પણ ટ્રમ્પે જે ટેરીફ પ્લાન બનાવ્યો તેમાં 26% હતા અને અંતે વ્હાઈટ હાઉસે જાહેર કર્યુ છે કે ભારત પર 26 ટકા જ ટેરીફ લાગશે. આ નવો ડ્રાફટ બાદમાં જાહેર કરવામાં આવ્યો હતો. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ઉદબોધનમાં ભારત પર 26% ટેરીફની જાહેરાત કરી. જો કે અમેરિકી ડોકયુમેન્ટ જે વ્હાઈટ હાઉસે જાહેર કર્યા તેમાં 27% હતા તેથી જબરુ ક્ધફયુઝન હતું.
અંતે વ્હાઈટ હાઉસે સુધારેલા દસ્તાવેજમાં ભારતને 26%ની ટેરીફ કેટેગરીમાં મુકયા હતા. આમ 26% ટેરીફ નિશ્ર્ચિત છે. આ જ રીતે સાઉથ કોરિયા પર ટ્રમ્પે 25% ટેરીફની જાહેરાત કરી પણ ડોકયુમેન્ટમાં 26% દર્શાવાતા હતા અને હવે તેના પર 25% ટેરીફનો દસ્તાવેજ રીલીઝ થયા છે. આ જ રીતે અન્ય દેશો વોત્સવાના, કેમરૂન, નિકારાગુઆ, નોર્વે, પાકિસ્તાન વિ. દેશોને પણ અનુભવ થયા છે. જો કે વ્હાઈટ હાઉસે નિશ્ર્ચિત કર્યુ છે કે આ રેસીપ્રોકલ ટેરીફ છે જે દેશ અમેરિકા પર ટેરીફ લાદે છે તેટલો ટેરીફ અમેરિકા તેના ઉત્પાદનોની અમારા દેશમાં આયાત પર લાગશે.
Trending
- Russia યુક્રેન અને પશ્ચિમી દેશોના પત્રકારોને સલામત માર્ગ પૂરો પાડવા માટે તૈયાર છે
- 01 નવેમ્બર નું પંચાંગ
- 01 નવેમ્બર નું રાશિફળ
- PCBએ ૨૦૨૫-૨૬ ડોમેસ્ટિક સીઝન માટે ૧૫૭ ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપ્યા
- Smriti Mandhana અને પલાશ મુછલ ટુંક સમયમાં લગ્ન કરશે, લગ્ન ૨૦ નવેમ્બરે થવાની શક્યતા
- મેચ વિનિંગ ઇનિંગ્સ પછી Jemimah રોડ્રિગ્સ રડી પડી અને પોતાની રણનીતિ જાહેર કરી
- ભારતીય મહિલા ટીમની બેટ્સમેન Jemimah Rodriguesસોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી
- કરીનાથી લઈને સુનિલ શેટ્ટી સુધી, બધાએ ભારતીય ટીમને મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા બદલ ઉજવણી કરી




