Mumbai,તા.8
એચસીએલ ટેકનોલોજીસના શિવ નાદર પરોપકારના મામલે દેશમાં પહેલા નંબરે છે. એડેલગિવ હુરુન ઈન્ડિયાની પરમાર્થ યાદી અનુસાર નાણાકીય વર્ષ 2023-24માં પરોપકારી કામોમાં નાદરની ભાગીદારી પાંચ ટકા વધીને 2153 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
યાદીમાં અંબાણી બીજા અને અદાણી પાંચમા સ્થાને છે. સૌથી અમીર ભારતીય ગૌતમ અદાણીના 360 કરોડ રૂપિયા અને મુકેશ અંબાણીના 407 કરોડ રૂપિયાની તુલનામાં આ રકમ ઘણી વધુ છે. બજાજ પરિવારે વાર્ષિક આધારે 33 ટકા વધુ 352 કરોડ રૂપિયા પરમાર્થ કાર્ય માટે આપ્યા અને આ યાદીમાં ત્રીજા ક્રમે સ્થાન બનાવ્યું.
કુમારમંગલમ બિરલા અને પરિવાર 334 કરોડ રૂપિયાના દાનની સાથે ચોથા ક્રમે રહ્યા. હુરુનની અમીરોની યાદી મુજબ કુલ મળીને 203 એવા વ્યક્તિ હતા જેમણે પાંચ કરોડ રૂપિયાથી વધુ પરમાર્થ કાર્ય માટે ખર્ચ કરેલા.
સરેરાશ દાનમાં ઘટાડો: રસપ્રદ વાત એ છે કે યાદીમાં સામેલ 203 દાતાઓ દ્વારા આપવામાં આવેલ સરેરાશ દાન 2023ની યાદીમાં સામેલ 119 દાતાઓ દ્વારા આપવામાં આવેલ 71 કરોડ રૂપિયા ઘટીને 43 કરોડ રૂપિયા રહી ગયું છે.
નાદર 3.14 લાખ કરોડ રૂપિયાની સંપતિ સાથે અમીરોની યાદીમાં ત્રીજા સ્થાને છે, જયારે અદાણીની સંપતિ 11.6 કરોડ રૂપિયા અને અંબાણીની 10.14 લાખ કરોડ રૂપિયા છે.
કોર્પોરેટ જગતે કુલ 8783 કરોડ રૂપિયાનું દાન આપ્યું: ભારતીય કોર્પોરેટ જગતે 8783 કરોડ રૂપિયાનું દાન આપ્યુ છે. ગયા વર્ષે આ આંકડો 8445 કરોડ રૂપિયાનો હતો. જયારે વર્ષ 2022માં 5623 કરોડ રૂપિયાનું કુલ દાન ભારતીય કોર્પોરેટ જગતે આપ્યું હતું.