Jamnagarતા.૨૦
ગુજરાતમાં વિદેશી દારુ અને ડ્રગ્સની હેરાફેરીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. બનાસકાંઠામાંથી વિભાજિત થયેલા થરાદમાં ૯.૫૦ લાખના સ્ડ્ઢ ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા છે. આબુથી જામનગર લઈ જવાતું ડ્રગ્સ ખોડા ચેક પોસ્ટ નજીકથી ઝડપાયું હતું. બાઈક પર ડ્રગ્સની હેરાફેરી થતી હતી. પોલીસે ડ્રગ્સ અને બાઈક સહિત ૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.થરાદના એસપી એસ.આર. ભારાઈએ કહ્યું હતું કે, થરાદ પોલીસે ૯.૫૦ લાખના એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. વાહન ચેકિંગ દરમિયાન આંતર રાજ્ય બોર્ડર પરથી ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે આબુથી જામનગર લઈ જવાતું ડ્રગ્સ ખોડા ચેક પોસ્ટ પરથી ઝડપી પાડ્યું છે. ડ્રગ્સ માફિયાઓ બાઈક પર ડ્રગ્સની હેરાફેરી કરતા હતાં.
આરોપીઓ પાસેથી ૯૫ ગ્રામ ડ્રગ્સ અને બાઈક સહિત કૂલ રૂપિયા ૧૦.૦૮ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પોલીસે મુળ રાજસ્થાનના કિશન ચૌધરી અને ઓસમાન કેરને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

