New Delhi તા.30
દેશભરમાં એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા ભ્રષ્ટાચારીઓ સામે દરોડા પાડવામાં આવે છે તે સમયે જ ઈડીના ડેપ્યુટી ડાયરેકટર ચિંતન રઘુવંશીને સીબીઆઈએ રૂા.20 લાખની લાંચ કેસમાં ઝડપી લીધા છે. ભુવનેશ્વર સ્થિત એક વ્યાપારી પાસેથી ઈડી સંબંધી કેસનો નિકાલ કરવા તેણે આ લાંચની રકમ માંગી હતી.
ચિંતન રઘુવંશી ઓડિશામાં ફરજ બજાવે છે. 2013 બેચના આ ઈન્ડીયન રેવન્યુ સર્વિસના અધિકારીએ એક વ્યાપારી એકમના સંચાલક પાસેથી માંગેલી લાંચની ફરિયાદ સીબીઆઈને થઈ હતી.
તેમાં છટકુ ગોઠવાયુ હતું. ઈડી ડેપ્યુટી ડાયરેકટર લાંચ લેતા ઝડપાઈ ગયા હતા અને તુર્તજ તેમની ધરપકડ કરવામાં આવી છે અને હવે વિધીવત કેસ દાખલ કરાશે.