રાહુલ ગાંધીએ પટનામાં ફરી એક વખત જાતિગત ગણના પર ભાર મૂકતાં જે રીતે એમ કહ્યું કે તેના વગર દલિતો, આદિવાસીઓ અને પાતોનો વિકાસ નહીં થાય, તે એટલા માટે પરેશાન કરનારું છે, કારણ કે જો એવું જ હોય તો પછી તેમના નાના જવાહરલાલ નેહરુ અને દાદી ઇન્દિરા ગાંધીના વડાપ્રધાન રહેતાં જાતિવાર ગણના કેમ ન થઈ? શું રાહુલ ગાંધી એમ કહેવા માગે છે કે કોંગ્રેસના શાસનકાળમાં જાતિગત ગણના ન કરાવીને દલિતો, આદિવાસીઓ અને પછાતોને વિકાસથી જાણીજોઈને વંચિત રાખવામાં આવ્યા? શું એ તથ્યથી મોં ફેરવી લેવું યોગ્ય રહેશે કે સ્વતંત્રતા બાદ જાતિગત ગણના ન થવા છતાં પણ આ વર્ગોનો ઉલ્લેખનીય વિકાસ થયો છે, સાથે જ જાતીય વિભાજન પણ ઓછું થયું છે.
રાહુલ ગાંધી જાતિગત ગણનાની જિદ પકડવાની સાથે જેની જેટલી ભાગીદારી એટલી હિસ્સેદારી પર પણ ભાર મૂકી રહ્યા છે. આખરે વંચિતો, પછાતોના ઉત્થાન અને કલ્યાણના કાર્યક્રમ તેમની સામાજિક-આર્થિક હેસિયત જોઈને ચલાવવા જોઇએ કે પછી તેમની સંખ્યાના હિસાબે? એ ઠીક નથી કે રાહુલ ગાંધી જાતિગત ગણનાની માંગ કરીને જાતીય વૈમનસ્ય પેદા કરવાની પણ કોશિશ કરી રહ્યા છે. તેમની એ કોશિશ એ ખતરાને રેખાંકિત કરે છે, જે ઉભરવાની આશંકા છે. ખતરો માત્ર એ નથી કે જાતિગત ગણનાના આંકડાના સહારે જાતિઓને એકબીજા વિરુદ્ઘ ઊભી કરવાની કોશિશ થઈ શકે છે. ખતરો તેનો પણ છે કે જાતિવાદી રાજનીતિને નવેસરથી બળ મળી શકે છે.
તેની અવગણના ન કરી શકાય કે ભૂતકાળમાં કઈ રીતે કેટલાક રાજકીય પક્ષો પોતપોતાના હિસાબે ચુનંદા જાતિઓને જૂથબંધ કરવાની રાજનીતિ કરી રહ્યા છે, ભલે તેના પરિણામમાં સમાજમાં જાતીય વૈમનસ્ય વધ્યું હોય. દેશમાં કેટલાય રાજકીય પક્ષો તો એવા છે, જે જાતિ વિશેષની રાજનીતિ કરતા રહે છે. તેનો ઇનકાર નહીં કે જાતિગત ગણનાથી એ ખબર પડશે કે વિભિન્ન જાતિ સમૂહોની કેટલી સંખ્યા છે, પરંતુ એવો માહોલ ઊભો કરવો ઠીક નથી કે દેશની તમામ સમસ્યાઓના સમાધાનની ચાવી જાતિ ગણવામાં જ છે. આ માહોલ તો ભારતીય સમાજમાં એ વિભેદકારી જાતિ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે, જે તૂટવી જોઇએ અને જે હાલના દાયકાઓમાં ઘણી હદે તૂટી પણ ગઈ છે. સારું થાત કે બિહાર યાત્રા પર ગયેલા રાહુલ ગાંધી તેનાથી વાકેફ થતા કે એક સમયે આ રાજ્યમાં જાતીય હિંસા કેટલી હદે ચરમ પર હતી.
રાહુલ ગાંધીનું માનીએ તો શાસન તંત્રની સાથે ખાનગી ક્ષેત્રમાં તમામ જાતિઓના સમુચિત પ્રતિનિધિત્વના અભાવ-અસંતુલનનું કારણ જાતિગત જનગણના ન થવી એ છે. સારું થાત કે તેઓ એ જણાવતા કે આ અભાવ અથવા અસંતુલન જાતિ ગણવાથી કેવી રીતે દૂર થઈ જશે? રાહુલ ગાંધી એમ કહે છે કે અમુક-તમુક ક્ષેત્રોમાં દલિતો, આદિવાસીઓ, પછાતોની હિસ્સેદારી ઓછી છે, પરંતુ શું કોંગ્રેસશાસિત રાજ્યોમાં તેમની સમુચિત ભાગીદારી છે? રાહુલ ગાંધીએ એનો પણ જવાબ આપવો જોઇએ કે કોંગ્રેસશાસિત કર્ણાટકમાં કરાયેલી જાતિગત ગણનાનો રિપોર્ટ આટલો બધો સમય થઈ ગયો છતાં કેમ જાહેર કરવામાં નથી આવતો? એનાથી ખબર પડે છે કે જાતિગત ગણનાનું ગતકડું રાહુલ ગાંધી દ્વારા રાજકીય લાભ ખાટવા માટે જ વહેતું કરાયું છે.