અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ઘને રોકવાને લઈને વાતચીત એક મહત્વપૂર્ણ પગલું ચોક્કસ છે, પરતું ત્યાર બાદનો રસ્તો કઠિન છે. એક તો આ વાતચીતને સીમિત અર્થોમાં જ સફળ કહી શકાય. ટ્રમ્પનો જેવો અંદાજ છે, તે એવું વ્યક્ત કરતા રહ્યા છે કે તેમના રાષ્ટ્રપતિ બનતાં જ સમસ્યા હલ થઈ જશે, પરંતુ એવું થતું દેખાતું નથી. ટ્રમ્પ એમ તો ઘણા ઉતાવળા અને આખાબોલા નેતા ગણાય છે, પરંતુ પુતિન સાથે વર્તનમાં તેમણે બહુ ધીરજ અને નરમી રાખી. તેમ છતાં પહેલી વાતચીતમાં યુદ્ઘ-વિરામની દિશામાં વધારે પ્રગતિ ન થઈ. પુતિન આ વાતચીતમાં એક મહિના માટે યુદ્ઘ રોકવા તૈયાર ન થયા, તેઓ માત્ર ઊર્જા સંયંત્રો અને બુનિયાદી માળખા પર હુમલા રોકવા તૈયાર થયા. બધા હુમલા રોકવા માટે તેમણે જે શરતો મૂકી છે તે ઘણી કઠોર છે. તેઓ ઇચ્છે છે કે યુક્રેન એક મહિનાની અવધિમાં સૈન્ય તૈયારી ન કરે અને પોતાની રક્ષા કે આક્રમણની ક્ષમતાને વધારે નહીં, તેને મળનારી બાહ્ય સહાયતા પણ રોકવામાં આવે. આ વાતને લઈને યુક્રેનને રાજી કરવું ટ્રમ્પ માટે જરૂરી રહેશે.
જોકે યુક્રેને પણ સીમિત યુદ્ઘ-વિરામને મંજૂરી આપી છે, પરંતુ એ પણ સ્પષ્ટ છે કે તેને લાગુ કરવો બહુ મુશ્કેલ છે. ટ્રમ્પ-પુતિનની વાતચીત થવાથી ચોવીસ કલાકની અંદર જ બંને પક્ષોએ એકબીજા પર યુદ્ઘ વિરામની શરતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. એ પણ સ્પષ્ટ છે કે જ્યારથી અમેરિકી રાષ્ટ્રપતિએ યુદ્ઘ વિરામની કોશિશો શરૂ કરી છે, ત્યારથી બંને પક્ષો વધારે આક્રમક થઈ ગયા છે અને વધુને વધુ વિસ્તાર પર કબ્જો કરવા માગે છે, જેથી યુદ્ઘ વિરામની વાતચીતમાં તેમનું પલડું ભારે રહે. બીજી વાત એ છે કે યુક્ેરન પર તો અમેરિકી રાષ્ટ્રપતિ દબામ બનાવી શકે છે, પરંતુ પુતિન પર દબાણ બનાવવા માટે તેમની પાસે વધારે કશું નથી. પુતિન એ જાણે છે, એટલા માટે તે પોતાના માટે વધુને વધુ રાહતની માંગ કરી રહ્યા છે. એક બીજો મુદ્દો એ છે કે ટ્રમ્પ અને પુતિન, બંને એમ ઇચ્છે છે કે આ મુદ્દો અમેરિકા, રશિયા અને યુક્રેન, આ ત્રણેય વચ્ચે જ રહે, પરંતુ યુરોપીય દેશોના નેતા માને છે કે યુર્પોનું ભવિષ્ય આ મુદ્દા સાથે જોડાયેલું છે. તેમન લાગે છે કે જો રશિયા પોતાની શરતો પર સફળ રહેશે તો પચી યુરોપના બાકી દેશો પર તેનું દબાણ વધી જશે, તેથી તેઓ ઇચ્છે છે કે યુક્રેનને મજબૂત કરવામાં આવે, જેથી રશિયાનો પ્રભાવ સીમિત રહે. યુક્રેન પણ આ જ કરણે યુરોપીય દેશો સાથે છે. જો ટ્રમ્પ યુક્રેન અને રશિયા વચ્ચે ખરેખર સ્થાયી શાંતિ ઇચ્છે છે, તો તેમણે યુરોપીય દેશોને આ પ્રક્રિયામાં સામેલ કરવા પડશે, બલ્કે ભારત જેવા તટસ્થ દેશોની પણ સક્રિય મદદ લેવી પડશે. દેખીતું છે, તેનાથી શાંતિ પ્રક્રિયા થોડી લાંબી અને જટિલ પણ થઈ જાય, પરંતુ આ સમસ્યાના સ્થાયી અને ન્યાયપૂર્ણ સમાધાનનો કોઈ શોર્ટકટ નથી હોતો. આવી પ્રક્રિયા વિના જો દબાણ કરીને ટ્રમ્પ કોઈ યુદ્ઘવિરામ કરાવી પણ લે, તો તે ન્યાયપૂર્ણ અને ટકાઉ નહીં હોય.