વિરોધ પક્ષના નેતા- રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને નીચા દેખાડવાના મલિન ઈરાદા રાહુલ ગાંધીના વારંવાર સામેઆવે છે. એ બાબતે તો સુપ્રિમ કોર્ટની પણ રાહુલ ગાંધીને માફી માંગવી પડી હતી. છતાં પણ મોદીનો કોઈપણ પ્રકારે વિરોધ કરવો, તેમની ઈમેજને નુકશાન પહોંચાડવું, એ પ્રયાસો તમામ વિરોધ પક્ષના નેતામાં રહ્યા છે. લેકિન-કિન્તુ-પરન્તુ મોદી વિરોદમાં ભારતની સાખને આ લોકો આઘાત પહોંચાડી રહ્યા છે. રાહુલ ગાંધી જે રીતે બોલે છે તેમાં દેશની છબિને નુકસાન પહોંચે છે, અને દુઃખની વાત એ છે કે એ બાબતનો અહેસાસ તેમને સ્હેજ પણ નથી ! કે એ બાબતનો અહેસાસ તેમને સ્હેજ પણ નથી ! દેશના લોકોનું દુર્ભાગ્ય જ ગણો કે રાજકીય અપરિપક્વ અને બાલિસ વિરોધ પક્ષનો નેતા મળ્યો છે.
રાહુલ ગાંધી જમીની લડાઈનો મુકાબલો કરીને આગળ આવેલ નેતા નથી. ‘ગાંધી’ સનામે હોય બાય ડિફોલ્ટ નેતા બનેલ છે. સીલ્વર સ્પૂન સાથે જન્મેલ રાહુલ ગાંધી બે દાયકાથી રાજનીતિમાં છે. પરંતુ જે પરિપક્વતા આવવી જોઈએ તે નથી આવી. લોકસભાની અંદર તેમનું વર્તન પણ આશ્ચર્ય પહોંચાડનારું રહ્યું છે. ગત સત્રમાં દેશે જોયું હતું કે કોઈ બિલનો વિરોધ કરવા કઈ રીતે તેણે સાંસદોને ઈશારા કરીને ઉશ્કેર્યા હતા ! અગિદ્ઘવીર યોજના સામેનું વળતર હોય, રાફેલનો મુદ્દો હોય કે સેનાને સ્પર્શતી કોઈ બાબત હોય, માત્ર શંકા કરવી, સવાલો કરવા અને અવિશ્વાસ વ્યક્ત કરવો એ જ એનું કાર્ય રહ્યું છે. યાદ હશે જ કે રાહુલ ગાંધી સર્જિકલ અને એરસ્ટ્રાઈક પર વાહિયત સવાલ કરી ચૂક્યા છે. તેના નિવેદનોમાં બેજવાબદાર ભાવ અવારનવાર છે. રાહુલે વાતો વોતમાં કહ્યું હતું કે ‘ચીને ભારતની જમીન પર કબ્જો કરી લીધો છે !’ ઘણીવાર તો એવું લાગે છે કે ભારતના દુશ્મન રાષ્ટ્રના એજન્ડાને ટેકો આપતા હોય તેવા બેફામ નિવેદનો કરે. અત્રે એ નોંધવું રહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના મોદી સરકારના નિર્ણયની રાહુલ ગાંધી દ્વારા કરાયેલા ટીકાને પાકિસ્તાને પોતાના પક્ષમાં ઉપયોગ કરવાનું કામ કર્યું હતું.
સિલ્વર સ્પૂન સાથે જન્મેલ રાહુલ ગાંધીએ હંમેશા પહેલેથી જ શાનોશૌકત, સત્તા, સુરક્ષા, પદ જોયેલા છે એટલે તેને વેલ્યુ નથી, રાજકીય ગતિવિધિઓ, સ્થાનિક લેવલ પર, દેશ લેવલ પર અને આંતરરાષ્ટ્રીય લેવલ પર કૂટનીતિનો તેને પરિચય જ નથી. સીધા જ સાંસદ બની જનાર રાહુલ ગાંધીને આ વખતે પાછું લોકસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ મળ્યું એટલે ભાઈને એમ કે ગમે તે બંધારણીય પદ પર બેઠેલ વ્યક્તિનો વિરોધ કરાય. વડાપ્રધાન મોદીજી વિરૂદ્ઘ તું તડાક કરીને મર્યાદિત ભાષાનો ઉપયોગ તેણે ઘણીવાર કર્યો છે. પરંતુ વડાપ્રધાન પદની ગરિમાની પણ આ માણસ પરવા નથી કરતો. અન્ય સાંસદોી જેમ દેશની અખંડતા અને એકતાના સોગંદ લીધા છે અને હવે વિરોધ પક્ષના નેતા છે. છતાં પણ તેમના દ્વારા સમયાંતરે અપાતા નિવેદનો સંપૂર્ણ રીતે રાષ્ટ્રવિરોધી હોય છે, સત્તાની લાલચમાં કોંગ્રેસ અને આ નેતા દેશની અખંડતા સાથે સમજૂતિ અને આમ આદમીના ભરોસાને તોડવાનું ચૂકતા નથી ! ભલે હાથમાં બંધારણની કોપી લઈને ફરે પરંતુ ભારતના બંધારણ એટલે કે આંબેડકરના બંધારણ વિરૂદ્ઘ ઝેર ઓકતા જોવા મળ્યા છે !
લોકસભામાં સંસદીય કાર્યમંત્રી કિરણ રિજ્જિુએ રાહુલ ગાંધીના આવા ધડ અને માથા વગરના નિવેદન પર તરત વાંધો ઉઠાવ્યો, વિદેશ મંત્રીએ પણ નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે આવી વાત દ્વારા ભારતની છબિ ખરાબ કરવાનું કામ કરી રહ્યા છે. પોતાના તથ્યહિન અને આછકલા નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેવા પ્રયત્ન કરે છે એવું લાગે છે. વિદેશોમાં જઈને ભારત વિરૂદ્ઘ વાતો કરવી, ભારતમાં લોકશાહી નથી, ભારતમાં શીખો પાઘડી ન પહેરી શકે, વગેરે ઉદ્દેશ્યહીન અને ઉચ્છૃંખલ વાતોથી પોતે હાસ્યાસ્પદ બને છે ! અને પોતાને મોટો માર માર્યો હોય તેવું લાગતું હશે પરંતુ તેની વાતોથી અને નિવેદનો રાષ્ટ્રીય હિતોને પ્રતિકૂળ હોય છે અથવા બીજા દેશો સાથે સંબંધો પર ખરાબ અસર કરે છે એવી બાબતનું તેને ભાન હોવું જ જોઈએ. મોદી કે ભાજપનો દરેક બાબતમાં વિરોધ કરવાથી સત્તા નહીં મળી જાય. સત્તા મેળવવા કાર્ય કરવું પડશે.