Morbiતા.10
લુણસરીયા ગામના ઝાપા પાસે એકટીવા લઈને જતા વૃદ્ધને ડમ્પર ચાલકે ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને અકસ્માત બાદ ડમ્પર મૂકી ચાલક નાસી ગયો હતો
વાંકાનેર તાલુકાના દિઘલીય આ ગામના રહેવાસી હિતેષભાઈ વનમાળીદાસ કુબાવત (ઉ.વ.૪૫) વાળાએ ડમ્પર જીજે ૧૭ એક્સએક્સ ૩૬૭૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતા વનમાળીદાસ કુબાવત પોતાનું એકટીવા લઈને લુણસરીયા લગ્નપ્રસંગમાંથી દિઘલીય ગામ તરફ આવતા હતા ત્યારે લુણસરીયા ગામના ઝાપા પાસે ડમ્પર ચાલકે એકટીવાને પાછળથી ભટકાડી અકસ્માત કર્યો હતો જેથી ફરિયાદીના પિતા વનમાળીદાસને પેટના ભાગે તેમજ શરીરે અને હાથમાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત સર્જી ડમ્પર સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે