Bihar,તા.1
મોકામામાં થયેલી ચૂંટણી હિંસા અને દુલારચંદ યાદવ હત્યાકાંડના પગલે ચૂંટણી પંચ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) એ શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
સમીક્ષા બાદ પંચે શાંતિ સ્થાપવા માટે કડક દેખરેખ રાખવા જણાવ્યું છે, સાથે જ રાજ્યના અધિકારીઓને ગેરકાયદેસર હથિયારોની જપ્તી તેજ કરવા અને લાયસન્સવાળા હથિયારો જમા કરાવી દેવાનો આદેશ આપ્યો છે.
મોકામામાં થયેલી ચૂંટણી હિંસાને ધ્યાનમાં રાખીને, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)એ શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી. બેઠક બાદ પંચે રાજ્ય પ્રશાસનને કડક નિર્દેશો આપ્યા.
પંચે સ્પષ્ટ કહ્યું છે કે, શાંતિપૂર્ણ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે કાયદો અને વ્યવસ્થાનું કડકાઈથી પાલન થવું જોઈએ. આ માટે અધિકારીઓને ગેરકાયદેસર હથિયારોની જપ્તીનું અભિયાન તરત જ તેજ કરવા અને લાયસન્સવાળા હથિયારો જમા કરાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
બેઠક બાદ પંચ દ્વારા અધિકારીઓને સ્પષ્ટ કાર્ય સોંપવામાં આવ્યું કે કોઈપણ ભોગે ચૂંટણીલક્ષી હિંસા સહન કરવામાં આવશે નહીં.

