New Delhi,તા.25
બિહારમાં ચુંટણીપંચ દ્વારા મતદાર યાદીમાં સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રિવીઝન (એસઆઈઆર) હાથ ધરવામાં આવી જેનો જબરો વિવાદ સર્જાયો છે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેને વોટ ચોરી બતાવી રહ્યા છે તે સમયે હવે દેશભરમાં આ એસઆઈઆર લાગુ કરતા પુર્વે ચુંટણીપંચ રાજકીય પક્ષો સાથે બેઠક યોજશે.
બિહારમાં પંચે પક્ષોને વિશ્વાસમાં લીધા વગર આ કાર્યવાહી શરુ કરી હતી. પરંતુ હવે જે રીતે ચુંટણીપંચ પર પસ્તાળ પડી રહી છે તે જોતા રાજકીય પક્ષોને અગાઉથી જ સાંભળવા ચુંટણીપંચે નિર્ણય લીધો છે.
હાલની બિહારની મતદાર યાદીમાં જે સુધારા વધારા થયા છે તે તા.30 સપ્ટે.ના આખરી મતદાર યાદી બહાર પડશે અને તેના આધારે ચુંટણી યોજાશે. તે સમયે હવે ચુંટણીપંચે મતદાર યાદીમાં સુધારા માટે ઈ-સાઈન પ્રક્રિયા ફરજીયાત બનાવી છે તો રાજકીય પક્ષોને પણ વિશ્વાસમાં લેશે.