Junagadh ,તા.૧૯
જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈ-મેઈલ આઇડી હેક કરાતા સાયબર પોલીસે એકની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ટેકનોલોજીમાં વિકાસ થતો જાય છે તેમ તેમ સાયબર ગુનાઓ વધતા જઈ રહ્યાં છે. ત્યારે આજે જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈ-મેઇલ આઇડી હેક કરવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનના આઇડી પરથી અલગ અલગ બેંકોને મેઈલ કરાયા હતા. ફ્રીઝ કરાયેલા બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવા મેઈલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ફ્રીઝ કરાયેલા ખાતાઓમાં લાખો રૂપિયા છે.
સમગ્ર મામલે સાયબર પોલીસનો તપાસનો ધમધમાટે શરૂ કરવામાં આવ્યો હતો. સાયબર પોલીસ દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ સાયબર પોલીસ અધિકારીની ઓળખ આપી હતી. આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો તમે સાયબર છેતરપિંડીનો શિકાર બનો છો, તો તમે તેનાથી રક્ષણ માટે સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કૉલ કરી શકો છો. આ પછી, તમારી સંપૂર્ણ વાત કહો અને તે આ સંબંધમાં મદદ કરે છે.