સ્ટોક રજીસ્ટરની ખરાઈ કરતા ભાંડો ફૂટ્યો : રૂ. 98 લાખના પ્લોટનો દસ્તાવેજ કરી દઈ 93 લાખનું બુચ મારી દીધું
ઉંઝાના પિયુષભાઇ પટેલે ગોંડલ બી ડિવિઝન પોલીસમાં ગોબરસિંહ રાજપુત વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધાવ્યો
Gondal,તા.14
ઉંઝાના કોમોડીટી વેપારીની ગોંડલ સ્થિત પેઢીના મેનેજરે ધાણાની ખરીદી કરી બારોબાર વેંચી દઈ રૂ. 1.90 કરોડ ચાઉ કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. મામલાની જાણ વેપારીને થતાં મેનેજર ગોબરસિંહ સાથે ખરાઈ કરતા તેણે ઠગાઈ આચર્યાની કબૂલાત આપી રૂ. 98 લાખનો પ્લોટ વેપારીને લખી આપ્યો હતો જયારે બાકી રહેતા રૂ.92.92 લાખ કટકે કટકે આપી દેવાનું જણાવી બાદમાં પૈસા નહિ આપી ઠગાઈ આચરતા ઉંઝાના વેપારીએ ગોંડલ બી ડિવિઝન પોલીસમાં ગોબરસિંહ નાગજીભાઈ રાજપૂત વિરુદ્ધ ઠગાઈની ફરીયાદ નોંધાવી હતી. મહેસાણાના ઉંઝા ખાતે રહેતા 42 વર્ષીય વેપારી પિયુષભાઈ ગોવીંદભાઈ પટેલએ ગોંડલ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોબરસિંહ નાગજીભાઈ રાજપૂતનું નામ આપતાં જણાવ્યું હતું કે, ઉંઝામાં સ્ટેશન રોડ ઉપર આવેલ એમ.આર.એસ. બિલ્ડીંગમાં ઓફીસ નંબર એસ-૧૪૧૪માં અમારી લાભ એન્ટરપ્રાઈઝ નામની પેઢી આવેલ છે જેમા છેલ્લા બાર વર્ષથી તલ, જીરુ, ધાણા વિગેરે ખરીદ વેચાણનો ધંધો કરુ છું.અમારી કંપનીની બીજી બ્રાંચ ગોંડલ જામવાડી જી.આઈ.ડી.સી.માં આવેલ છે. ત્યાં ધાણા કલીનીંગ અને પ્રોસેસીંગનું કામકાજ કરવામાં આવે છે અને રાજપુત ગોબરસિંહ નાગજીભાઈગોંડલની પેઢીનો વહીવટ સંભાળતો હતો અને મેનેજર તરીકે છેલ્લા ૧૨ વર્ષથી નોકરી કરતો હતો. ગોંડલ પેઢીમા રહેલ સ્ટોકનો હીસાબ માંગતા તેણે મને હીસાબ આપતા મને શંકા જતા મે ગોબરસિંહ પાસે ગોંડલમા રહેલ ધાણાનો સ્ટોક ચેક કરી મને ફોનમાં હીસાબ લખાવતા મારા સ્ટોક સ્ટેટમેન્ટ તથા ગોબરસિંહએ આપેલ સ્ટોક સ્ટેટમેન્ટમાં મોટો તફાવત આવતો હોય જેથી મને શંકા જતા મે તા.૧૪/૦૩/૨૦૨૫ ના રોજ મારા કાકાના દીકરા અને અમારી પેઢીના પ્રોપરાઇટર નીરવભાઇને ગોંડલ ધાણાનો હીસાબ જોવા માટે મોકલેલ હતા. જેથી નીરવભાઇ ગોંડલ અમારી પેઢીએ જઈ હીસાબ ચેક કરી મને ફોન કરેલ કે, મે ગોબરસિંહ પાસેથી હીસાબ મેળવી લીધેલ છે ગોબરસિંહએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ મા ધાણા બોરી નંગ.૧૫૯૮ જેનુ વજન ૬૩૯૦૩ કીલો ગ્રામ જેની કી.રૂ.૪૮,૫૬,૬૩૨ અમારી જાણ બહાર કોઈને વેંચી દીધેલનુ જણાયેલ હતું. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ મા ધાણા બોરી નંગ.૪૮૭૫ જેનુ વજન ૧,૯૫,૦૯૩ કીલોગ્રામ જેની કી.રૂ. ૧,૪૨,૩૫, ૬૭૦ અમારી જાણ બહાર કોઇને વેંચી દીધેલનુ જણાયેલ હતું આમ ગોબરસિંહએ અમારી ગોંડલની પેઢીમાથી છેલ્લા બે વર્ષ દરમ્યાન ધાણા કુલ બોરી નંગ ૬૪૭૨ જેનુ કુલ વજન ૨,૫૮,૯૯૬ કીલો ગ્રામ જેની કુલ કી.રૂ. ૧, ૯૦,૯૨૩૦૨ અમારી જાણ બહાર કોઈને વેંચી દીધેલ અથવા તો માત્ર કાગળ ઉપર ધાણાની ખરીદી કરી અમારી પાસે પૈસા મંગાવી પૈસા ચાઉ કરી ગયાનું જણાઈ આવેલ હતું.અમારા નીકળતા પૈસા અમને પરત આપતા ન હોય અને અમારા ફોન પણ ઉપાડતા ન હોય જેથી અંતે વેપારીએ ગોંડલ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગોંડલ બી ડિવિઝન પોલીસે વેપારીની ફરિયાદ પરથી ધાણાની કુલ બોરી નંગ ૬૪૭૨ જેનું કુલ વજન ૨,૫૮,૯૯૧ કીલો ગ્રામ જેની કુલ કી.રૂ.૧,૯૦,૯ ૨૩૦૨/ ની ઉચાપત કરી તે પૈકી રૂ.૯૮૦૦૦૦૦ લાખનો પ્લોટ લખી આપી બાકી રહેલ રકમ કુલ રૂ. ૯૨,૯૨,૩ ૦૨ નહી આપ્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.