7 ઓક્ટોબર, 2001 એ ભારતના રાજકારણના ઇતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ હતો, જ્યારે શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. સંઘના સ્વયંસેવકથી લઈને ભાજપના સંગઠનના કાર્યકર સુધીની સફર બાદ, 51 વર્ષની ઉંમરે તેમણે પ્રથમ વખત રાજ્યનું સુકાન સંભાળ્યું.
વિનાશક ભૂકંપ, મંદી અને અશાંતિમાં ઘેરાયેલું ગુજરાત તેમને વારસામાં મળ્યું, પરંતુ થોડાં જ મહિનાઓમાં તેમની વહીવટી કુશળતા, દૃઢ નેતૃત્વ અને દૂરંદેશીપૂર્ણ વિચારસરણીના પરિણામે ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થઈ.
શ્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે રાજ્યના સર્વાંગી વિકાસ માટે સુશાસન, પારદર્શિતા અને જવાબદારીના સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને શાસનનું નવું મોડલ વિકસાવ્યું. પંચામૃત દર્શન-જનશક્તિ, જળશક્તિ, જ્ઞાનશક્તિ, ઊર્જાશક્તિ અને રક્ષાશક્તિ – પર આધારિત વિકાસમોડલ દ્વારા તેમણે ગુજરાતને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે વાઇબ્રન્ટ સ્ટેટ તરીકે સ્થાપિત કર્યું.
`વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’, `સ્વાગત’ ઓનલાઇન ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ, `શાળા પ્રવેશોત્સવ’, `કન્યા કેળવણી રથયાત્રા’, `કૃષિ મહોત્સવ’, `ખેલ મહાકુંભ’ જેવી પહેલોએ લોકોમાં વિકાસ માટેની ભાગીદારીની ભાવના ઊભી કરી.
વર્ષ 2014માં ભારતના વડાપ્રધાન બન્યા બાદ શ્રી મોદીએ ગુજરાત મોડલને રાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત કર્યું. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસના સૂત્ર સાથે તેમણે સમાવેશી વિકાસ અને આત્મનિર્ભર ભારતનું વિઝન રજૂ કર્યું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સ્વચ્છ ભારત અભિયાન, નલ સે જલ અને ખેલો ઇન્ડિયા જેવી યોજનાઓ તેમની લોકકેન્દ્રિત દૃષ્ટિની સાક્ષી છે.
ભારતે વર્ષ 2023માં જી-20 દેશોની અધ્યક્ષતા કરી, જે તેની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ છે. વડાપ્રધાન તરીકેના છેલ્લા 11 વર્ષોમાં ભારતે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે સ્થાન મેળવ્યું છે. સંરક્ષણ, ઉડ્ડયન, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે અને બંદરોનો વિકાસ, વગેરે ક્ષેત્રોમાં અવિરત પ્રગતિ થઈ છે.
વૈશ્વિક સ્તરે `વેક્સીન મૈત્રી’ અને `ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ’ જેવી પહેલોથી ભારતની કૂટનીતિને નવી ઓળખ મળી છે. ઉરી સર્જિકલ સ્ટ્રાઈક, પુલવામા એર સ્ટ્રાઇક અને પહેલગામ હુમલાના વળતા જવાબ તરીકે ઓપરેશન સિંદૂર ચલાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના સૈન્યની તાકાતનો પરચો સમગ્ર વિશ્વને આપ્યો છે.
પાણીનું પાણીદાર આયોજન
► વર્ષ 2004માં સુજલામ સુફલામ યોજના હેઠળ 14 મોટી પાઈપલાઇન દ્વારા ઉત્તર ગુજરાત અને છેક ભારત-પાકિસ્તાન બોર્ડર સુધી મા નર્મદાના પાણી પહોંચ્યા
► આજે સુજલામ સુફલામ યોજના અંતર્ગત 1.03 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇની સુવિધા, 400 ગામડાને લાભ
► પ્રથમવાર વડાપ્રધાન બન્યાના 17 જ દિવસમાં સરદાર સરોવર ડેમને પૂર્ણ ઊંચાઈ સુધી લઇ જવા તેમજ તેના પર દરવાજા લગાવવાની મંજૂરી
વંચિતો વિકાસની વાટે
◙ વર્ષ 2009માં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ, અત્યારસુધીમાં રાજ્યમાં 14 ગરીબ કલ્યાણ મેળાઓના આયોજન થકી 1.91 કરોડ નાગરિકોને લાભ
◙ આદિજાતિ બાંધવોના કલ્યાણ અને વિકાસ માટે વર્ષ 2007માં વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત
◙ સાગરકાંઠાના ગરીબ સાગરખેડુઓના કલ્યાણ અને વિકાસ અર્થે સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજનાનો પ્રારંભ
શિક્ષણના સથવારે સર્વાંગી વિકાસ
≈ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા અને ગુણોત્સવ જેવાં અભિયાનો થકી શાળાઓમાં બાળકોનું ઐતિહાસિક નામાંકન
≈ શ્રી નરેન્દ્ર મોદીએ પોતાને મળેલી ભેટ-સોગાદોની હરાજી કરાવીને તેમાંથી મળેલી રકમ કન્યાઓના શિક્ષણ ભંડોળમાં દાનમાં આપી
≈ કન્યા કેળવણી યોજનાને ઉત્તેજન આપવા માટે વર્ષ 2007માં કન્યા કેળવણી નિધિ યોજનાની જાહેરાત.
≈ રાજ્યમાં દેશનું પ્રથમ વિશ્વ સ્તરીય કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર `વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ શરૂ કરવામાં આવ્યું.
≈ વર્ષ 2002માં રાજ્યમાં ધોરણ 1 થી 8 નો સ્કૂલ ડ્રોપઆઉટ રેટ 37.22 ટકા હતો, જે આજે 2.42 ટકા થયો
≈ સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓની સ્થાપનાઃ ચિલ્ડ્રન યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, બાયોટેકનોલોજી યુનિવર્સિટી, રેલવે યુનિવર્સિટી (વડોદરા), ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE), ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી.
ઔદ્યોગિક ઉત્થાન લાવ્યું સમૃદ્ધિ અપાર
♦ 2003માં SEZ અને ઇન્ડસ્ટ્રિયલ પાર્કના નિર્માણ માટે વટહુકમ બહાર પાડવામાં આવ્યો
♦ વર્ષ 2003માં આંતરરાષ્ટ્રીય સ્તરની `વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની શરૂઆત
♦ વર્ષ 2023-24માં રાજ્યમાં 44.42 બિલિયન યુએસ ડોલરનું FDI પ્રાપ્ત થયું
♦ ગુજરાતમાં મહિલા ઉદ્યોગ સાહસિકો માટે અલગ GIDCની શરૂઆત
♦ વર્ષ 2008માં ગુજરાતમાં ટાટા નેનોના પ્લાન્ટને મંજૂરી, આજે મારૂતિ, ફોર્ડ, હોન્ડા જેવી કંપનીઓની હાજરી સાથે ગુજરાત દેશનું ઓટોમોબાઈલ હબ
ઊર્જાક્રાંતિ
→ એક સમયે વીજળીની અછત સામે ઝઝૂમી રહેલું ગુજરાત આજે એનર્જી સરપ્લસ
→ વર્ષ 2012માં દેશનો પ્રથમ સોલાર પાવર પ્લાન્ટ ચારણકામાં શરૂ
→ કચ્છ ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણાધીન
→ જ્યોતિગ્રામ યોજનાના માધ્યમથી તમામ 18 હજારથી વધુ ગામોમાં વીજળી, ગામોને 24 કલાક થ્રી- ફેઝ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવ્યો
→ સપ્ટેમ્બર 2024માં રાજ્યમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય રિન્યુએબલ એનર્જી સમિટ (RE-INVEST)નું આયોજન
→ સૌભાગ્ય યોજના હેઠળ વીજજોડાણો આપવામાં આવ્યા
→ મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી બાદ કચ્છનું ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ
ખેડૂતોનું હિત સુનિશ્ચિત, ખેતરે ખેતરે હરિયાળી
►કૃષિ ક્ષેત્રે આઇ-ખેડૂત પોર્ટલ, કૃષિ મહોત્સવ કાર્યક્રમ, શૂન્ય ટકાના વ્યાજદરે ખેડૂતોને લોન, ટેકાના ભાવે કૃષિ ઉત્પાદનોની ખરીદી, સોઇલ હેલ્થ કાર્ડ જેવી યોજનાઓને અમલી કરી
► 21 કૃષિ મહોત્સવ દ્વારા 2.25 કરોડથી વધુ ખેડૂતોને માર્ગદર્શન
► સિંચાઈની સુવિધાઓ માટે નર્મદા નહેર, સુજલામ્ સુફલામ્ યોજના અને સૌની યોજના, ટપક સિંચાઈ અને ફુવારા સિંચાઈ પદ્ધતિ જેવી યોજનાઓ
► પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000ની સહાય
ખેડૂતોનું હિત સુનિશ્ચિત, ખેતરે ખેતરે હરિયાળી
◙ કૃષિ ક્ષેત્રે આઇ-ખેડૂત પોર્ટલ, કૃષિ મહોત્સવ કાર્યક્રમ, શૂન્ય ટકાના વ્યાજદરે ખેડૂતોને લોન, ટેકાના ભાવે કૃષિ ઉત્પાદનોની ખરીદી, સોઇલ હેલ્થ કાર્ડ જેવી યોજનાઓને અમલી કરી
◙ 21 કૃષિ મહોત્સવ દ્વારા 2.25 કરોડથી વધુ ખેડૂતોને માર્ગદર્શન
◙ સિંચાઈની સુવિધાઓ માટે નર્મદા નહેર, સુજલામ્ સુફલામ્ યોજના અને સૌની યોજના, ટપક સિંચાઈ અને ફુવારા સિંચાઈ પદ્ધતિ જેવી યોજનાઓ
◙ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000ની સહાય
ગુજરાતને મળેલી મોટી ભેટ
♦ કેન્દ્રીય શહેરફી બાબતોના મંત્રાલય હેઠળ લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે ગુજરાતના રાજકોટ શહેરની પસંદગી, આ પ્રોજેક્ટ હેઠળ રાજકોટમાં 1144 આવાસોનું નિર્માણ.
♦ ગિફ્ટ સિટીમાં ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર ઓથોરિટી (IFSCA)ના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવી ગતિ, નાગરિક સુવિધામાં પ્રગતિ
→ 2003માં SWAGAT (સ્વાગત – સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી) કાર્યક્રમની શરૂઆત
→ GSWAN દ્વારા રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકાઓમાં જોડાણ, 6 હજારથી વધુ સરકારી વિભાગો વચ્ચે ડિજિટલ કમ્યુનિકેશનની સુવિધા
→ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટી માટે પ્રગતિપથ, શહેરી વિકાસ વર્ષ અંતર્ગત વિકાસપથ, રાજ્યના પ્રવાસન સ્થળોને કનેક્ટિવિટી આપવા માટે પ્રવાસીપથ, અને ગામડાના ખેડૂતો માટે શહેરી વિસ્તારો સુધી કનેક્ટિવિટી આપવા માટે કિસાનપથ યોજનાની શરૂઆત.
→ ભારત સરકાર દ્વારા જૂન 2015માં જાહેર થયેલા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર તથા દાહોદ એમ કુલ 6 શહેરોની પસંદગી, 11 હજાર કરોડથી વધુના 348 પ્રોજેક્ટ પૂર્ણ.
નારી શક્તિને મળી નવી પાંખ
♦ મહિલા અને બાળ કલ્યાણ માટેના અલાયદા વિભાગની રચના
♦ નારી ગૌરવ નીતિનું ગઠન કરનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય
♦ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે સખીમંડળોની રચના.
♦ દેશમાં સૌપ્રથમ ચિરંજીવી યોજના ગુજરાતમાં અમલી, જે હેઠલ માતાઓને દવાખાનામાં વિનામૂલ્યે પ્રસૂતિ સારવાર
♦ દવાખાનામાં પ્રસૂતિ થયેલી માતા-બાળકને વિનામૂલ્યે સલામત ઘરે પહોંચાડવા માટે ખિલખિલાટ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ
સર્વ માટે વાજબી, સુલભ આરોગ્ય સેવાઓ
◙ સગર્ભા અને ધાત્રી માતાઓ, બાળકોને ઘરે જ પોષણયુક્ત આહાર માટે રાશન પહોંચાડવાનું શરૂ કર્યું
◙ રાજ્યની આંગણવાડીઓમાં મહિલાઓને પોષણયુક્ત આહાર પહોંચાડવાની શરૂઆત
◙ રાજ્યની કિશોરીઓને આયર્નની ગોળીઓ આપવાની શરૂઆત
◙ વર્ષ 2001-02માં રાજ્યમાં આંગણવાડીની સંખ્યા 5995 હતી, જે વર્ષ 2024-25માં વધીને 53065 થઇ
પ્રવાસનને નવી પાંખો
► વર્ષ 2005માં `રણોત્સવ’ની શરૂઆત. ફક્ત ત્રણ દિવસીય કાર્યક્રમ તરીકે શરૂ થયેલ રણોત્સવ આજે 4 મહિનાના લાંબા કાર્યક્રમમાં પરિણમ્યો
► યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા કચ્છનું ધોરડો ગામ બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર
► વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના આયોજન થકી ગુજરાતની નવરાત્રિ અને તેના ગરબાને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ
► યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર ની યાદીમાં સ્થાન
રાષ્ટ્ર પ્રથમ, જનહિતમાં સમર્પિત નેતૃત્વ
♣ 2016માં સર્જિકલ સ્ટ્રાઇક, 2019માં એરસ્ટ્રાઇક અન 2025માં ઓપરેશન સિંદૂરથી ભારતનો આતંકવાદ સામે જડબાતોડ જવાબ અને દેશના સાર્વભૌમત્વની રક્ષા.
♣ ઓપરેશન સિંદૂર હેઠળ નિયંત્રણ રેખાની પાર અને પાકિસ્તાનમાં છેક અંદર સુધી 9 આતંકવાદી શિબિરોનો સફાયો
♣ 2014થી સંરક્ષણ નિકાસમાં 34 ગણો વધારો, વૈશ્વિક સંરક્ષણ કેન્દ્ર તરીકે ભારતનો ઉદય