૨૫ વર્ષ બાદ નિયમિત રીતે બ્લડ પ્રેશરની તપાસ કરાવવા, માનસિક સમસ્યાથી દુર રહેવા, નિયમિત પુરતી ઉંઘ લેવા માટેની સલાહ
આપની વિચારધારા બેકાબુ થઇ રહી છે અને તમે ઇચ્છીને પણ પોતાના ગુસ્સા પર કાબુ મેળવી લેવામાં સફળ સાબિત થઇ રહ્યા નથી તો તે સારા સંકેત નથી. આવી સ્થિતીમાં તરત જ તબીબોનો સંપર્ક કરવાની જરૂર હોય છે. કારણ કે માનસિક રીતે સ્થિતી સારી નથી તે બાબતનો સંકેત આ બાબત આપે છે. આશરે ૩૧ ટકા દર્દી માનસિક સમસ્યાથી પરેશાન હોય છે. જ્યારે ૨૩ ટકા દર્દી હાઇ બીપીથી પરેશાન હોય છે. નિષ્ણાંતોનુ કહેવુ છે કે લાઇફસ્ટાઇલમાં ફેરફાર અને લાઇફમાં વધતા દબાણના કારણે લોકોમાં આ બે સમસ્યા ઝડપથી વધી રહી છે. હાર્ટના નિષ્ણાંત ડોક્ટરે કહ્યુ છે કે, હાઇબીપી લાઇફસ્ટાઇલ આધારિત બિમારી છે. આજના સમયમાં દરેક ત્રીજી વ્યક્તિને તે સમસ્યા છે. જો કે, કમનસીબ રીતે તેની ઓળખ થઇ શકતી નથી. વધતી જતી ટેન્શન ખાવા પીવાની ટેવ વધારે ખરાબ હોય છે. તેલ મશાલાના વધારા પડતા ઉપયોગની સ્થિતી પણ જોવા મળી રહી છે. સમયસર ધ્યાન ન આપવાના કારણે સ્થિતી દિન પ્રતિદિન વધારે બગડતી જાય છે. હાઇ બીપીથી મુખ્ય રીતે હાર્ટ, દિમાંગ અને કિડની પર સીધી રીતે અસર થાય છે. હાઇબીપીથી બચવા માટે કેટલાક પગલા લઇ શકાય છે. મીઠાના પ્રમાણમાં નિયંત્રિત રાખીને હાઇબીપીથી બચી શકાય છે. આ ઉપરાંત ૨૫ વર્ષની વય પૂર્ણ થઇ ગયા બાદ બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરવાની જરૂર હોય છે. હાઇ બીપીની સ્થિતીથી બચવા માટે લીલી શાકભાજીનો વધારો પ્રમાણમાં ઉપયોગ કરવો જોઇએ. જો પહેલાથી જ ડાયાબિટીસની તકલીફ છે તો તેવા દર્દી વધારે સાવધાન રહે તે જરૂરી છે. માનસિક સમસ્યાથી પણ બચવાની જરૂર છે. વધારે પડતા ટેન્શન ન લેવાની પણ નિષ્ણાંતો સલાહ આપે છે. નિયમિત રીતે ઉંઘ માણવા અને યોગ અને મેડિટેશન કરવાથી ફાયદો થાય છે. ઉદાસી, નિરાશા અને ખુશી અનુભવ ન થવાની સ્થિતીમાં પણ તબીબોને મળવાની સલાહ જાણકાર લોકો અને નિષ્ણાંતો આપે છે.મોટા શહેરોમાં રહેતા પુખ્તવયના ભારતીયોમાં ડાયાબિટીશના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મોટા શહેરોમાં રહેતા પુખ્તવયના દર પાંચ વ્યક્તિ પૈકી એક માત્ર હાઈપરટેન્શનથી જ ગ્રસ્ત નથી બલ્કે ડાયાબિટીશથી પણ પરેશાન છે. આ બે રોગથી મોટાભાગના લોકો પરેશાન થયેલા છે. ભારતના સૌથી મોટા ક્લીનીક આધારિત સર્વેમાં ઘણી બાબતો ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે એકંદરે આરોગ્ય ચિત્ર ચિંતાજનક છે. ૬૦ ટકા અથવા તો દરેક પાંચ ભારતીયો પૈકી ત્રણ ડાયાબિટીશ અથવા તો હાઈપરટેન્શન અથવા તો બંને રોગથી ગ્રસ્ત છે. ચકાસવામાં આવેલા લોકો પૈકી ૪૦ ટકાથી વધુ લોકો ડાયાબિટીશથી ગ્રસ્ત નજરે પડ્યાં છે.