Rajkot,તા.6
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના આગેવાનો સંયુક્ત યાદી જણાવે છે કે, હાલ રાજકોટ એસ.ટી ડેપોમાં આવતી બસો અને રાજકોટ ડેપોની ઉપરથી બસો ધડાધડ કેન્સલ કરવામાં આવતા લગ્નગાળાની સીઝન હોય ત્યારે અને અપડાઉન કરતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે ભારે હાલાકી ભોગવવી પડે છે.
એક બાજુ મેયર, ધારાસભ્યો પ્રયાગરાજ અને નવી આધુનિક વોલ્વો બસો ને લીલી ઝંડી આપી વાહ વાહી મેળવે છે, ત્યારે સિક્કાની બીજી બાજુ મુસાફરોને રોજિંદી વર્ષોથી રૂટ પર ચાલતી બસો ડ્રાઇવર કંડકટરની અછતને પગલે બસ બંધ કરી દેવામાં આવે છે ચાર પાંચ દિવસ સુધી જો ડ્રાઇવર કંડકટર રજા ઉપર હોય તો બસ ઉપડતી નથી.
જાણ મુજબ રાજકોટ ડેપોમાં આજે સવારે 5 વાગે ઉપડતી અને 5-20 ઉપડતી રાજકોટ જામનગર રાજકોટની રૂટની બસો બંધ છે. તદ ઉપરાંત ઉપરથી રાજકોટ આવતી બસો પણ કેન્સલ થઈ રહી છે. ત્યારે બસપોટના કંટ્રોલ રૂમની પૂછપરછ બારી પરથી બસના સમય અંગે પૂછવામાં આવે તો પૂરતી માહિતીના અભાવે ટ્રાફિક કંટ્રોલર દ્વારા કહી દેવામાં આવે છે કે બસ ઉપરથી આવશે તો જશે અહીંના ડેપોની બસ છે નહીં.
તસવીરમાં દેખાતી રાજકોટ જામનગર રાજકોટ બસ વખતોવખત બંધ કરી દેવામાં આવે છે આ અંગે અપડાઉન કરતા મુસાફરોએ ડેપો મેનેજરને તા – 18/11/24 થી બસનો રૂટ કેન્સલ ન કરવા લેખિત રજૂઆત કરવા છતાં આ રુટ મન પડે ત્યારે મન ફાવે તે દિવસે ડ્રાઇવર કંડક્ટર ની અછતને કારણે બંધ કરી દેવામાં આવે છે. આ અંગે અપ ડાઉન કરતા મુસાફરોએ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ધડાધડ બંધ કરવામાં આવતા રૂટો અંગે ફરિયાદ કરવામાં આવી છે.
રાજકોટ અમદાવાદ રાજકોટ બસમાં કંડકટર વગરની બસો ચાલી રહી છે તેમાં પણ એસ.ટીને ભારે નુકસાન સહેવું પડે છે કારણ કે ચોટીલાથી અમદાવાદ જવા માટે 10 પેસેન્જરો હોય તો એ પેસેન્જરો ને કંડકટર ન હોવાને પગલે લઈ શકાતા નથી જે પગલે આ મુસાફરોને પ્રાઇવેટ બસો તરફ આકર્ષાય છે. અને એસ.ટી ને નુકસાની થઈ રહી છે.
તેવા ઉમેદવારોને તાત્કાલિક પ્રક્રિયા પૂર્ણ કરી જુદા જુદા ડેપોમાં ફરજ પર લેવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવશે.