New York,તા.17
ફીફા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યાં બાદ આર્જેન્ટિનાની જીતની ઉજવણી હવે મોટા વિવાદનું કારણ બની ગઈ છે. મેચ પછી આર્જેન્ટિનાના કેટલાક ખેલાડીઓએ માલ્વિનાસ એટલે કે ફોકલેન્ડ દ્વીપ આર્જેન્ટિનાનો છે લખેલું પોસ્ટર લહેરાવ્યું હતું.
આના પર બ્રિટને સખત વાંધો ઉઠાવ્યો છે અને ફીફા પાસે આર્જેન્ટિના સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફોકલેન્ડ એટલાન્ટિક મહાસાગરનાં દક્ષિણ-પશ્ચિમમાં આવેલો એક ટાપુ છે.
આના પર બ્રિટન અને આર્જેન્ટિના બંને પોતાનો દાવો કરે છે. આર્જેન્ટિનાએ 2 એપ્રિલ 1982ના રોજ ફોકલેન્ડ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બ્રિટને 74 દિવસ ચાલેલા યુદ્ધમાં આ ટાપુ પર ફરીથી કબજો મેળવી લીધો હતો. આ દરમિયાન 900થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

