Mumbai,તા.31
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે હાલમાં ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્કના ક્રિકેટ પોડકાસ્ટ બિયોન્ડ23માં હાજરી આપી હતી. 31 વર્ષના બુમરાહે આ પોડકાસ્ટમાં કહ્યું, ‘મારા માટે પરિવાર મારી કરીઅર કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તમે જાણો છો કે એ સ્થિર છે.
બે બાબતો છે જેને ગંભીરતાથી લઉં છું. એક મારો પરિવાર હું છે અને એક મારી રમત છે, પરંતુ પરિવાર પહેલાં આવે છે. મારે પ્રાથમિકતા આંપવી પડશે અને હું પ્રાથમિકતા આપું છું, કારણ કે હું હંમેશાં ક્રિકેટર રહીશ નહીં. તેમના માટે, હું ક્રિકેટર નથી, હું એક માલસ છું.’
જસપ્રીત બુમરાહે ખુલાસો કર્યો તેનો દીકરો અગંદ બોલ ઉપાડવાની સાથે એની સાથે રમવા લાગ્યો છે. બુમરાહ તેને છગ્ગા મારવાની સલાહ આપી રહ્યો છે, કારણ કે બેટ્સમેનોનો ટ્રેન્ડ આગળ વધી રહ્યો છે. આ પોડકાસ્ટમાં તેણે ઑલિમ્પિક્સમાં ક્રિકેટ રમવા વિશે ઉત્સુક્તા વ્યક્ત કરી હતી અને ક્રિકેટ ત્રણેય ફોર્મેટમાં રમવા કરતાં શરીરની સ્થિતિના હિસાબે ટુર્નામેન્ટ કે ફોર્મેટમાં રમવા પર ભાર મૂક્યો હતો.
ક્યારેય ક્રિકેટને છોડવા નથી માગતો બુમરાહ
ઈન્જરીને કારણે ચર્ચામાં રહેલો બુમરાહ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ વિશે વાત કરતાં કહે છે, ‘કોઈ પણ વ્યક્તિ માટે આટલા લાંબા સમય સુધી બધું રમવું મુશ્કેલ છે. એક ક્રિકેટર તરીકે હું ક્યારેય કંઈ પણ છોડવા માગતો નથી અને હંમેશાં આગળ વધતો રહેવા માગું છું. હું આવાં લક્ષ્યો નક્કી કરતો નથી કે મને આ કે તે નંબર (વિકેટ) જોઈએ છે. હું એક પછી એક દિવસ જોઉં છું.
અત્યાર સુધીની સફર સારી ચાલી રહી છે, પરંતુ જે દિવસે મને ખ્યાલ આવે છે કે મેં મારી ઈચ્છાશક્તિ ગુમાવી દીધી છે અથવા હું પ્રયત્નો કરી રહ્યો નથી, મારું શરીર સહયોગ આપી રહ્યું નથી, એ સમયે મારે નિર્ણય લેવો પડશે.’