Surendranagar,તા.03
ચોટીલાનાં દેવસર ગામે એક જ સમાજનાં બે જૂથ વચ્ચે અથડામણ છરી, તલવાર, કુહાડી જેવા ઘાતક હથિયારો ઉડયા હતા. જેમાં મહિલા સહિત પાંચ વ્યક્તિને ઇજા પહોંચતા ચોટીલાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.ઝગડાનું કારણ બંનેે જૂથ અલગ અલગ જણાવ્યું હતું. જેમા એક જૂથના ઇજાગ્રસ્ત દ્વારા છોકરીની છેડતી બાબતે ઠપકો દેતા ઝગડો થયો હોવાનું તો બીજા જૂથ દ્વારા પાણી ભરવા બાબતે બોલાચાલી થતા ઝગડો થયાની કેફિયત આપી હતી. બંને જૂથ દ્વારા એકબીજા ઉપર આક્ષેપ કરાયા છે. મારામારીમાં અશ્વિન રમેશભાઈ માથાસુરીયા, રમેશ વેરસીભાઇ માથાસુરીયા, સજુંબેન રમેશભાઈ માથાસુરીયા, સુરેશ કાળુભાઈ અનેમાવજીભાઇ કાળુભાઈને ઇજા પહોચી છે. હોસ્પિટલ દ્વારા ઝગડા અંગે પોલીસને જાણ કરાતા ચોટીલા પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોટીલા નજીક આવેલા દેવસર ગામે એક જ જ્ઞાતિનાં બે જૂથ વચ્ચે કોઇ અગમ્ય કારણોસર સાંજે છરી, તલવાર, કુહાડી જેવા હથિયારો સાથે બાખડયા હતા. આ અથડામણમાં એક મહિલા સહિત પાંચ વ્યક્તિને ગંભીર ઇજા પહોચતા ડોળીયા અને ચોટીલાની ૧૦૮ મારફતે હોસ્પિટલ લાવવામાં આવેલ હતા.