Rajkot તા.૬
નીટ પરીક્ષા સારા માર્કે પાસ કરાવી દેવાના નામે પૈસા પડાવતી ગેંગ વિરૂદ્ધ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં એફઆઇઆર નોંધાવવામાં આવી છે. જેતપુર તાલુકામાં રહેતા તુષાર વેકરિયાના પુત્રને એમબીબીએસ, હોમિયોપોથી, આયુર્વેદિકની એન્ટ્રસ પરીક્ષામાં સારા માર્ક આપી ઉતીર્ણ કરાવાનું કહી રૂપિયા ૩૦ લાખ પડાવ્યાની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે નીટ પરીક્ષા પાસ કરાવી દેવાના બહાને પૈસા પડાવતી ગેંગ સામે વિધિવત ગુનો દાખલ કર્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ધોરાજી, કર્ણાટક અને સુરતના પાંચ શખ્સોને પકડવા કવાયત શરૂ કરી છે.
નીટ પાસ કરી દેશની સારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવાનું વિદ્યાર્થીઓનું સપનું હોય છે. સારા ભવિષ્ય અને કારકિર્દી માટે વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા સારૂં પરિણામ લાવવા એડીચોટીનું જોર લગાવી દેતા હોય છે. નીટ પરીક્ષામાં ઊંચો ક્રમ લાવવો અઘરો હોય છે ત્યારે સારા માર્ક ન આવતા એડમિશન મળવું પણ કઠિન થઈ જાય છે. ગમે તે ભોગે ડોક્ટર બનવાનું સપનું પૂરૂ કરવા વિદ્યાર્થીઓ તેમજ તેમના માતાપિતાને લોભીયાઓ સારા સપના બતાવી છેતરપિંડી કરે છે તેવો કિસ્સો બહાર આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
શિક્ષણને હવે મામૂલી ગણી પૈસાથી બધું જ થઈ શકે તેમ સમજી રાજકોટમાં ૫ શખ્સોની ગેંગ સામે છેતરપિંડીનો ભોગ બનેલા ખેડૂતે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. જેતપુર તાલુકામાં રહેતા તષાર વેકરિયાનાં પુત્રને એમબીબીએસ આયુર્વેદિક અને હોમિયોપોથીની પરિક્ષામાં સારા માર્ક અપાવી પાસ કરાવવાની લાલચ આપી ગેંગએ ૩૦ લાખ રૂપિયા પડાવ્યા હતા. ફરિયાદીનાં જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૪માં ફરિયાદીનો દીકરો દ્વિજ રોયલ એકેડમી કાલાવડ રડો પર અભ્યાસ કરતો હતો, તેને દ્ગઈઈ્ પરીક્ષા પાસ કરાવવા રોયલ એકેડમી સ્કૂલના ચેરમેન રાજેશ પેથાણીને વાત કરતા તેમણે કહ્યું કે, તેઓ એક વ્યક્તિને ઓળખે છે જે આવી પરીક્ષાઓમાં વધારે માર્ક્સ અપાવવાનું કામ કરી આપે છે. તેના માટે ૫૦ લાખ રૂપિયાની જરૂર પડે. બાદમાં રાજેશ પેથાણીએ ધવલ સંઘવી સાથે ફોન ઉપર વાત કરાવતા વધુ રૂપિયા આપી શકવામાં અસમર્થ હોઈ પહેલા અઠવાડિયામાં રૂપિયા ૧૦ લાખ રોકડા આપ્યા હતા. પછી બીજા ૨૦ લાખ રૂપિયા રાજેશ પેથાણીને આપ્યા હતા. કુલ ૩૦ લાખ રૂપિયા આપી પેથાણી અને સંઘવીનાં કહેવા અનુસાર બેલગાવ, કર્ણાટક ખાતે પરીક્ષા સેન્ટરમાં પરીક્ષા આપવા ગયા હતા. પરંતુ ફરિયાદીને ધવલ સંઘવીની વાત પર ભરોસો ન હોઈ દીકરાને જાતે પરીક્ષા આપવા સમજાવ્યો હતો.
તેમના પુત્રએ પરીક્ષામાં સારા માર્ક સાથે ઉતીર્ણ થતાં પૈસા પરત માંગ્યા હતા. પરંતુ ધવલ સંઘવીએ ઉપરથી આવશે એમ પરત આપી દઈશું કહી ઘણો સમય થવા છતાં પૈસા ન મળતાં તપાસ શરૂ કરી હતી. પરંતુ બાદમાં પૈસા પાછા ન આપતાં રાજેશ પેથાણી, ધવલ સંઘવી, વિપુલ તેરૈયા અને તેા ભાઈ પ્રકાશ તેરૈયા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. દ્ગઈઈ્ ૨૦૨૫ ની પરીક્ષા પહેલા પણ આ ગેંગએ અનેક લોકોને છેતર્યા હોય તેવી શંકાના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે સઘન તપાસ શરૂ કરી છે.