Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot માં નીટ પરીક્ષા પાસ કરાવાની ગેરંટી આપતી છેતરપિંડી કરતી ગેંગ વિરૂદ્ધ એફઆઇઆર
    રાજકોટ

    Rajkot માં નીટ પરીક્ષા પાસ કરાવાની ગેરંટી આપતી છેતરપિંડી કરતી ગેંગ વિરૂદ્ધ એફઆઇઆર

    Vikram RavalBy Vikram RavalMay 6, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.૬

    નીટ પરીક્ષા સારા માર્કે પાસ કરાવી દેવાના નામે પૈસા પડાવતી ગેંગ વિરૂદ્ધ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં એફઆઇઆર નોંધાવવામાં આવી છે. જેતપુર તાલુકામાં રહેતા તુષાર વેકરિયાના પુત્રને એમબીબીએસ, હોમિયોપોથી, આયુર્વેદિકની એન્ટ્રસ પરીક્ષામાં સારા માર્ક આપી ઉતીર્ણ કરાવાનું કહી રૂપિયા ૩૦ લાખ પડાવ્યાની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે નીટ પરીક્ષા પાસ કરાવી દેવાના બહાને પૈસા પડાવતી ગેંગ સામે વિધિવત ગુનો દાખલ કર્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ધોરાજી, કર્ણાટક અને સુરતના પાંચ શખ્સોને પકડવા કવાયત શરૂ કરી છે.

    નીટ પાસ કરી દેશની સારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવાનું વિદ્યાર્થીઓનું સપનું હોય છે. સારા ભવિષ્ય અને કારકિર્દી માટે વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા સારૂં પરિણામ લાવવા એડીચોટીનું જોર લગાવી દેતા હોય છે. નીટ પરીક્ષામાં ઊંચો ક્રમ લાવવો અઘરો હોય છે ત્યારે સારા માર્ક ન આવતા એડમિશન મળવું પણ કઠિન થઈ જાય છે. ગમે તે ભોગે ડોક્ટર બનવાનું સપનું પૂરૂ કરવા વિદ્યાર્થીઓ તેમજ તેમના માતાપિતાને લોભીયાઓ સારા સપના બતાવી છેતરપિંડી કરે છે તેવો કિસ્સો બહાર આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

    શિક્ષણને હવે મામૂલી ગણી પૈસાથી બધું જ થઈ શકે તેમ સમજી રાજકોટમાં ૫ શખ્સોની ગેંગ સામે છેતરપિંડીનો ભોગ બનેલા ખેડૂતે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. જેતપુર તાલુકામાં રહેતા તષાર વેકરિયાનાં પુત્રને એમબીબીએસ આયુર્વેદિક અને હોમિયોપોથીની પરિક્ષામાં સારા માર્ક અપાવી પાસ કરાવવાની લાલચ આપી ગેંગએ ૩૦ લાખ રૂપિયા પડાવ્યા હતા. ફરિયાદીનાં જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૪માં ફરિયાદીનો દીકરો દ્વિજ રોયલ એકેડમી કાલાવડ રડો પર અભ્યાસ કરતો હતો, તેને દ્ગઈઈ્‌ પરીક્ષા પાસ કરાવવા રોયલ એકેડમી સ્કૂલના ચેરમેન રાજેશ પેથાણીને વાત કરતા તેમણે કહ્યું કે, તેઓ એક વ્યક્તિને ઓળખે છે જે આવી પરીક્ષાઓમાં વધારે માર્ક્‌સ અપાવવાનું કામ કરી આપે છે. તેના માટે ૫૦ લાખ રૂપિયાની જરૂર પડે. બાદમાં રાજેશ પેથાણીએ ધવલ સંઘવી સાથે ફોન ઉપર વાત કરાવતા વધુ રૂપિયા આપી શકવામાં અસમર્થ હોઈ પહેલા અઠવાડિયામાં રૂપિયા ૧૦ લાખ રોકડા આપ્યા હતા. પછી બીજા ૨૦ લાખ રૂપિયા રાજેશ પેથાણીને આપ્યા હતા. કુલ ૩૦ લાખ રૂપિયા આપી પેથાણી અને સંઘવીનાં કહેવા અનુસાર બેલગાવ, કર્ણાટક ખાતે પરીક્ષા સેન્ટરમાં પરીક્ષા આપવા ગયા હતા. પરંતુ ફરિયાદીને ધવલ સંઘવીની વાત પર ભરોસો ન હોઈ દીકરાને જાતે પરીક્ષા આપવા સમજાવ્યો હતો.

    તેમના પુત્રએ પરીક્ષામાં સારા માર્ક સાથે ઉતીર્ણ થતાં પૈસા પરત માંગ્યા હતા. પરંતુ ધવલ સંઘવીએ ઉપરથી આવશે એમ પરત આપી દઈશું કહી ઘણો સમય થવા છતાં પૈસા ન મળતાં તપાસ શરૂ કરી હતી. પરંતુ બાદમાં પૈસા પાછા ન આપતાં રાજેશ પેથાણી, ધવલ સંઘવી, વિપુલ તેરૈયા અને તેા ભાઈ પ્રકાશ તેરૈયા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. દ્ગઈઈ્‌ ૨૦૨૫ ની પરીક્ષા પહેલા પણ આ ગેંગએ અનેક લોકોને છેતર્યા હોય તેવી શંકાના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે  સઘન તપાસ શરૂ કરી છે.

    FIR against fraud Neet-Exam Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: લાંચની ફરીયાદ રદ કરવાની અરજીમાં હાઈકોર્ટની સરકારને નોટીસ

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: સાયબર ક્રાઈમના ગુનામાં બે આરોપીના જામીન રદ

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: આર્થિક સકળામણથી યુવાને ઘેનની વધુ પડતી દવા પીધી

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: પાલતુ શ્વાન ને ઘરમાં રાખવાનું કહેતા મહિલા પર પાડોશીનો હુમલો

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: માનસિક બીમારી થી કંટાળી યુવકનો આપઘાત

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: નારાયણ નગરમાં મકાનમાંથી જુગારધામ ઝડપાયું

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.