Mumbai,તા.15
રાજસ્થાન હાઈકોર્ટે શાહરુખ ખાન તથા દીપિકા પદુકોણ સામે થયેલી એક એફઆઈઆર પર સ્ટે આપી દીધો છે. એક ગ્રાહકે પોતાની કારમાં ખામી બદલ આ કારને એન્ડોર્સ કરનારાં શાહરુખ અને દીપિકાને પણ એફઆઈઆરમાં આરોપી હતાં. શાહરુખ અને દીપિકા વતી હાઈકોર્ટમાં આ ફરિયાદ રદ કરાવવા અરજી થઈ હતી. તેમાં જણાવાયું હતું કે આ કલાકારો ફક્ત બ્રાન્ડ પ્રમોશન સાથે જ સંકળાયેલાં હોય છે અને કંપનીની ટેકનિકલ બાબતો તેમના હસ્તક હોતી નથી. રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર બેન્ચ દ્વારા જણાવાયું હતું કે આ એફઆઈઆરમાં તથ્યોનો અભાવ છે. આથી શાહરુખ, દીપિકા તથા કાર કંપનીના પદાધિકારીઓ સામે થયેલી એફઆઈઆર સંદર્ભમાં વધુ કાર્યવાહી કરવા પર સ્ટે મૂકી દેવામાં આવ્યો હતો.