Morbi,તા.11
વાંકાનેર પાલિકા પાસે ફાયરની સુવિધા જ નથી રાજકોટથી ટીમ પહોંચી ત્યાં દુકાન બળીને ખાખ
શહેરના સ્ટેચ્યુ સર્કલ પાસે ગત મોડી રાત્રીના દુકાનમાં આગ લાગી હતી જેથી ફાયર ટીમને જાણ કરાઈ હતી વાંકાનેરમાં ફાયર સુવિધા ના હોવાથી રાજકોટની ટીમ પહોંચી હતી જોકે બહુ મોડું થયું હતું અને ફાયર ટીમ આગ પર કાબુ મેળવે તે પૂર્વે જ દુકાન બળીને ખાખ થવા પામી હતી
વાંકાનેરના સ્ટેચ્યુ સર્કલ પાસે વોરાના હજીરા પાસે આવેલ રેફ્રીજરેટર રીપેરીંગની દુકાનમાં રાત્રીના સુમારે આગ લાગી હતી જેથી ફાયર ટીમને જાણ કરી હતી જોકે વાંકાનેર ફાયર ફાયટરો બંધ હોવાથી રાજકોટ ટીમને દોડવું પડ્યું હતું અને અંદાજે દોઢેક કલાકે રાજકોટ ફાયર ટીમ પહોંચી ત્યાં બહુ મોડું થઇ ગયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું દુકાનમાં રહેલ સામાન બળીને ખાખ થયો હતો ગેસના બાટલા પણ રાખેલ હોવાથી બ્લાસ્ટ થયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે વાંકાનેરમાં ફાયર સુવિધા ના હોવાથી આગના બનાવો સમયે હમેશા મોટી દુર્ઘટના અને જાનમાલની સલામતીનું જોખમ રહે છે
સરકારમાં દરખાસ્ત કરી છે, નવા ફાયર ફાયટરો મળી જશે : ચીફ ઓફિસર
વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે પાલિકા પાસે ૨ મોટા અને ૧ નાનું એમ ત્રણ ફાયર ફાયટરો છે જે પૈકી એક મોટું તો બળી ગયેલ છે અન્ય રીપેરીંગ કરવાના છે નવા ફાયર ફાયટરો માટે સરકારમાં દરખાસ્ત કરી છે અને ચાલુ વર્ષે નવા ફાયર ફાયટરો મળી જશે તેવી આશા વ્યક્ત કરી હતી