(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૫
Morbiના વીસીપરા વિસ્તારમાં નોતીયાર પાનની પાછળ જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બે અલગ-અલગ દરોડા પાડીને કુલ પાંચ શખ્સોને રોકડ રકમ તથા ગંજીપત્તા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ દરોડા દરમિયાન વીસીપરામાં નોતીયાર પાનની પાછળ જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલા બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ભરત ભવાનભાઇ ગાગડીયા અને સિકંદર કાદરભાઇ પારેડીનો સમાવેશ થાય છે. પોલીસે આ રેઇડ દરમિયાન ગંજીપત્તાના પાના અને રોકડા રૂપિયા ૫,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કરીને બંને આરોપીઓની અટકાયત કરી હતી.
જ્યારે તે જ વિસ્તારમાં તે જ સમયે પાડેલા બીજા દરોડામાં પોલીસે જાહેરમાં નસીબ આધારિત જુગાર રમતા અન્ય ત્રણ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં લાલાભાઇ શંકરભાઇ ઓગણીયા, કરણ મથુરભાઇ હળવદીયા અને રંજનીભાઇ ઉર્ફે તેજો અજીતભાઇ હળવદીયાનો સમાવેશ થાય છે. પોલીસે આ ત્રણેય શખ્સો પાસેથી ગંજીપત્તાના પાના અને રોકડા રૂપિયા ૨,૭૦૦ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

