Moti Paneli,તા.12
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે માંડાસણ રોડ તળાવના કાંઠે જાહેરમાં જુગાર રમતો હોવાની મળેલી બાતમીના આધારે ભાયાવદર પોલીસ મથકના પી.આઈ વી એમ ડોડીયા ,એએસઆઇ રોહિતભાઈ વાઢેર ,કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા અને કલ્પેશભાઈ કોઠીવાર સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા નરશી રૂખડ વરાણીયા, જયંતિ હીરા મકવાણા,વિજય વિઠ્ઠલ સોલંકી અને ચંદ્રેશ કિશોર વરાણીયા ની ધરપકડ કરી જુગારના પટમાંથી 10750 નું મુદ્દામાલ કબજે કર્યો છે