New Delhi,તા.30
ભારતીય રેલવે દુનિયાનું ચોથા નંબરનું નેટવર્ક છે અને એમાં કરોડો લોકો રોજ મુસાફરી કરે છે. રેલવેની ટ્રેનોમાં ઍર-કન્ડિશન્ડ (AC) ક્લાસમાં પ્રવાસ કરનારા મુસાફરોને બેડરોલ મળે છે જેમાં બ્લેન્કેટ, તકિયો, ચાદર અને ટુવાલ સામેલ હોય છે. ટ્રેન-પ્રવાસની ટિકિટ ખરીદવામાં આવે ત્યારે જ એનું બુકિંગ થઈ જાય છે અને એના ચાર્જ ટિકિટમાં સામેલ છે.
પ્રવાસ બાદ બેડરોલ પાછો આપી દેવાનો હોય છે, પણ ઘણા લોકો આ સામાનની ચોરી કરે છે. આ ચીજોને રેલવેની સંપત્તિ માનવામાં આવે છે. જો કોઈ મુસાફર આવી ચીજો ચોરતાં રંગે હાથ પકડાઈ જાય તો તેને હજાર રૂપિયાનો દંડ કરવામાં આવે છે.
જો કોઈ મુસાફર આ દંડ ચૂકવવા માટે અસમર્થતા બતાવે તો તેને એક વર્ષની જેલની સજા થઈ શકે છે. વારંવાર આવો ગુનો કરનારા મુસાફરોને પાંચ વર્ષની સજા અને દંડ બેઉની જોગવાઈ છે.