New Delhi, તા.6
બિલ્ડર પાસેથી જપ્ત કરવામાં આવેલ ફલેટ કે ઘર હવે ખરીદનારા અને બેન્કોને આપવામાં આવશે. ઈડીએ નાદારી પ્રક્રિયામાં સામેલ કંપનીઓની જપ્ત સંપત્તિઓને મુકત કરવાના માર્ગને સરળ બનાવી દીધો છે.
ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પીએમએલએ અંતર્ગત અગાઉ જપ્ત કરાયેલી સંપત્તિઓની બહાલીને સક્ષમ બનાવીને નાદારી અને શોધન અક્ષમતા સંહિતા (આઈબીસી) અંતર્ગત કંપનીઓના સફળ સમાધાનમાં સહયોગ માટે સક્રિય પગલા ઉઠાવ્યા છે. આથી નાદાર કંપનીઓની સંપત્તિઓ હવે અસરગ્રસ્ત પક્ષોને પરત મળી શકશે.
પીએમએલએ અંતર્ગત જપ્ત સંપત્તિઓને આઈબીસી અંતર્ગત ચાલી રહેલી પ્રક્રિયામાં ઉપયોગ કરી શકાશે. આથી બેંકો, રોકાણકારો અને ઘર તેમજ ફલેટોના ખરીદનારાઓને પોતાના ફસાયેલા પૈસા સંપત્તિની વસૂલીમાં મદદ મળશે.
એસઓપી બનાવાઈ
વસૂલી માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (એસઓપી) બનાવાઈ છે. જે અંતર્ગત ઈન્સોલ્વેન્સી પ્રોફેશનલ્સ વિશેષ પીએમએલએ કોર્ટમાં સ્ટાન્ડર્ડ અન્ડરટેકીંગ દાખલ કરી શકશે. ત્યારબાદ ઈડી દ્વારા જપ્ત સંપત્તિઓ રિલીઝ કરવામાં આવશે અને બેંક કે ખરીદનારા જેવા અસરગ્રસ્તોને પરત કરવામાં આવશે.

