Jasdan,તા.11
જસદણ તાલુકાના લીલાપુર ગામે લોકસભા ચૂંટણી સંદર્ભે લીલાપુર કુમાર પ્રાથમિક શાળા ખાતે બુથ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા ફરિયાદી દ્વારા જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લખાવેલ જેમાં ફરિયાદમાં જ ફરિયાદી દ્વારા પોતે ચૂંટણી બુથ પર ફરજ ઉપર હોય અને બુથ બહાર આવેલ દુકાને આરોપી નંબર એક રમેશભાઈ રવજીભાઈ રામાણી ગાંઠિયા ખાતા હોય અને જોરજોરથી ગાળો બોલી દેખાડો કરતા હોય જેથી ફરિયાદીએ ત્યાં જઈને ગાળો નહીં બોલવા બાબતે તેમને સમજાવવા જતાં આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ છરી વડે ફરિયાદી પર હુમલો કરેલ અને બીજા આરોપી લાલજીભાઈ ભીખાભાઈ કાકડીયા રમેશભાઈ રવજીભાઈ રામાણીને પોતાના મોટર સાયકલ પર બેસાડીને લઈ ગયેલ અને તે અનુસંધાને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ.
આમ જસદણ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરેલ અને જેલ હવાલે કરેલ અને ત્યારબાદ બંને આરોપીઓ જામીન ઉપર મુક્ત થયેલ અને ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયેલ અને આ કેસ કોર્ટમાં ચાલી જતાં જસદણ કોર્ટ દ્વારા આરોપી રમેશભાઈ રવજીભાઈ રામાણીને ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કલમ 248(1) અન્વયયે ઇન્ડિયન પીનલ કોડ 1860 કલમ 324,332,114 તથા જી.પી.એક્ટની કલમ 135 મુજબના ગુનામાંથી શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ખુલ્લી અદાલતમાં જસદણના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી કે.એન.દવે સાહેબે સંભળાવેલ હતો.