Morbi,તા.26
કારમાં આવેલ ચાર ઈસમો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી
મકનસર ગામ નજીક હાઈવે પર રાખેલા બે ટ્રકમાંથી કારમાં આવેલ ચાર અજાણ્યા ઇસમોએ આશરે ૩૩૦ લીટર ડીઝલની ચોરી કરી નાસી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મૂળ રાજસ્થાનના વતની અને હાલ કચ્છના મુન્દ્રા રહેતા કરનારામ ધરમારામ સાંઈ નામના ટ્રક ચાલકે કાળા કલરની બલેનો કારમાં આવેલ ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪ જુનના રાત્રીના ચારેક વાગ્યાના અરસામાં કારમાં આવેલ ચાર અજાણ્યા ઈસમોએ નેશનલ હાઇવે પર મકનસર ગામ નજીક ફરિયાદીના ટ્રેઇલર અને દેવ્સંગભાઈના આઈસર ટેમ્પોની ડીઝલ ટાંકીમાંથી પાઈપ વડે કેરબામાં ડીઝલ ભરી આશરે ડીઝલ લીટર ૩૩૦ કીમત રૂ ૨૯,૭૦૦ ની ચોરી કરી નાસી ગયા હતા મોરબી તાલુકા પોલીસે ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે