Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નવરાત્રિ ટાણે મચ્છરજન્ય રોગચાળાનો રાફડો ફાટ્યો; Ahmedabad સોલા સિવિલમાં જ ૧૪,૩૭૨ દર્દીઓ નોંધાયા

    October 10, 2026

    અખિલેશ યાદવે અયોધ્યાથી ચૂંટણી લડવી જોઈએ, હું પણ ચૂંટણી લડીશ’; CM Yogi Adityanathએ કહ્યું – આપણે શોધીશું કે કોની તાકાત છે.

    October 10, 2026

    Kajolની બહેન તનિષા મુખર્જીએ આરોપ લગાવ્યો છે કે પાપારાઝી જયા બચ્ચનને ’ચીડવવા’ લાગ્યા છે

    October 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નવરાત્રિ ટાણે મચ્છરજન્ય રોગચાળાનો રાફડો ફાટ્યો; Ahmedabad સોલા સિવિલમાં જ ૧૪,૩૭૨ દર્દીઓ નોંધાયા
    • અખિલેશ યાદવે અયોધ્યાથી ચૂંટણી લડવી જોઈએ, હું પણ ચૂંટણી લડીશ’; CM Yogi Adityanathએ કહ્યું – આપણે શોધીશું કે કોની તાકાત છે.
    • Kajolની બહેન તનિષા મુખર્જીએ આરોપ લગાવ્યો છે કે પાપારાઝી જયા બચ્ચનને ’ચીડવવા’ લાગ્યા છે
    • Ishan Kishan એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો, ટી ૨૦ માં એક વર્ષમાં ૫૦ થી વધુ છગ્ગા ફટકારનાર માત્ર ત્રીજો ભારતીય બન્યો
    • ચાલુ વાહને વીડિયો કોલ અને મૂવી જોવાના ટ્રેન્ડ પર Gujarat High Court નારાજ, સરકારને કડક ટકોર
    • ગુજરાતના ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતી પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે, નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi
    • Gandhinagar મનપા ચૂંટણીઃ ૧૧ વોર્ડની ૪૪ બેઠકો પર આજે મતદાન
    • મહાત્મા ગાંધીના પ્રપૌત્ર Tushar Gandhiની પણ અટકાયત કરાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»AI થી નકલી સીસીટીવી ફૂટેજ, ફેક વોઈસથી છેતરપિંડી વધ્યા
    રાષ્ટ્રીય

    AI થી નકલી સીસીટીવી ફૂટેજ, ફેક વોઈસથી છેતરપિંડી વધ્યા

    Vikram RavalBy Vikram RavalOctober 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૧૦

    એઆઈ ટૂલ્સની મદદથી અલગ અલગ પ્રકારની સાઈબર ગુનાખોરીમાં વધારો થયો છે. અવાજની નકલ કરીને લાખો-કરોડોની આર્થિક છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે. બદનામ કરવા કે બ્લેક મેઈલ કરવા માટે એઆઈની મદદથી ડીપફેક અશ્લિલ વીડિયો બનાવાયાની ઘટનાઓ પણ બનવા લાગી છે. તે એટલે સુધી કે હવે સીસીટીવી ફૂટેજ પણ નકલી બનાવાઈ રહ્યા છે. અસલી જેવા લાગે એવા સીસીટીવી ફૂટેજ એઆઈની મદદથી બનાવી લેવામાં આવે છે.કેન્દ્ર સરકારના આઈટી મંત્રાલયે થોડા સમય પહેલાં એઆઈ ટૂલ્સથી ડીપફેક મીડિયા ક્રિએટ થાય છે તેને ગંભીર ટેકનોલોજી ગણી હતી. ડીપફેક એટલે એવી મેથડ કે જેમાં નકલી મીડિયા પણ અસલી લાગે. ખાસ તો વોઈસ, વીડિયો કે ટેક્સ્ટ એવી રીતે જનરેટ કરવામાં આવે છે કે તેને જોનાર એવું માની બેસે છે કે તે અસલી છે. એવા એક પછી એક કિસ્સા પણ સામે આવી રહ્યા છે. થોડા મહિના પહેલાં દિલ્હી પોલીસે એક ગેંગને પકડી પાડી હતી. આ સાઈબર ગુનેગારો વોઈસ ક્લોનિંગનો ઉપયોગ કરીને આર્થિક ગુનાખોરી આચરતા હતા. મુંબઈની એક કંપનીના મેનેજિંગ ડિરેક્ટરનો અવાજ કાઢીને આરોપીએ જનરલ મેનેજરને જુદી જુદી રકમ ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. ૧૦ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી.

    આખરે આખી ગેંગ ઝડપાઈ ગઈ હતી.દિલ્હીમાં જ એક પોલીસ અધિકારીને બદનામ કરવા માટે નકલી સીસીટીવી બનાવાયા હતા. અધિકારી મહિલા સાથે અશ્લિલ હરકતો કરતા હોય એવું સીસીટીવી ફૂટેજમાં દેખાતું હતું. તપાસ કરતાં જણાયું કે એ સીસીટીવી ફૂટેજ એઆઈની મદદથી બન્યા હતા. સોશિયલ મીડિયામાં તેને સીસીટીવી ફૂટેજ ગણાવીને વાયરલ કરાયા હતા. આધાર વેરિફિકેશનમાં ચેડાં કરવા માટે તો અમદાવાદમાં જ ડીપફેકના ઉપયોગનો કિસ્સો સામે આવ્યો.નકલી લોન લેવા માટે બાયો મેટ્રિક્સમાં ગરબડનો મામલો હતો. ગાઝિયાબાદમાં પોલીસે તાજેતરમાં ચાર આરોપીઓને પકડી પાડયા હતા. એમના પર આરોપ હતો કે એક વિદ્યાર્થિનીનો એઆઈની મદદથી અશ્લિલ વીડિયો બનાવ્યો હતો અને તેના નામે બ્લેકમેઈલિંગનો ખેલ ચાલતો હતો. એવી જ રીતે ડીપફેકની મદદથી નકલી વીડિયો બનાવીને મધ્યપ્રદેશમાં ખંડણી માંગવામાં આવી હતી. દીકરાનું અપહરણ થયું હોવાનું ફેક વીડિયો બતાવીને દાવો કર્યો હતો અને પછી એક લાખ રૂપિયાની ખંડણી ઉઘરાવી હતી. એઆઈની મદદથી આ પ્રકારની ઘટનાઓમાં જબરો ઉછાળો આવ્યો છે.

    New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGoogle સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
    Next Article ઈન્ટરનેશનલ Criminal કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    મહાત્મા ગાંધીના પ્રપૌત્ર Tushar Gandhiની પણ અટકાયત કરાઈ

    October 10, 2026
    રાષ્ટ્રીય

    New Delhiમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડ્યા

    October 10, 2026
    રાષ્ટ્રીય

    Abhijit Deepak, સૌરવ દાસ અને રાંકાની કરી અટકાયત કરાઈ

    October 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઈન્ટરનેશનલ Criminal કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો

    October 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Panamaમાં કુદરતી આફતઃ ૭.૭ ની તીવ્રતાના ભૂકંપ બાદ ૪૫ આફ્ટરશૉકથી ફફડાટ

    October 10, 2026
    રાષ્ટ્રીય

    ટ્રમ્પને ખુશ કરવાના પ્રયાસો છતાં ભારતના હિતોનું રક્ષણ થઈ રહ્યું નથી: Congress

    October 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-10-2026 20:52
    Categories
    Latest News

    નવરાત્રિ ટાણે મચ્છરજન્ય રોગચાળાનો રાફડો ફાટ્યો; Ahmedabad સોલા સિવિલમાં જ ૧૪,૩૭૨ દર્દીઓ નોંધાયા

    October 10, 2026

    અખિલેશ યાદવે અયોધ્યાથી ચૂંટણી લડવી જોઈએ, હું પણ ચૂંટણી લડીશ’; CM Yogi Adityanathએ કહ્યું – આપણે શોધીશું કે કોની તાકાત છે.

    October 10, 2026

    Kajolની બહેન તનિષા મુખર્જીએ આરોપ લગાવ્યો છે કે પાપારાઝી જયા બચ્ચનને ’ચીડવવા’ લાગ્યા છે

    October 10, 2026

    Ishan Kishan એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો, ટી ૨૦ માં એક વર્ષમાં ૫૦ થી વધુ છગ્ગા ફટકારનાર માત્ર ત્રીજો ભારતીય બન્યો

    October 10, 2026

    ચાલુ વાહને વીડિયો કોલ અને મૂવી જોવાના ટ્રેન્ડ પર Gujarat High Court નારાજ, સરકારને કડક ટકોર

    October 10, 2026

    ગુજરાતના ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતી પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે, નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi

    October 10, 2026
    Search
    Main News

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નવરાત્રિ ટાણે મચ્છરજન્ય રોગચાળાનો રાફડો ફાટ્યો; Ahmedabad સોલા સિવિલમાં જ ૧૪,૩૭૨ દર્દીઓ નોંધાયા

    October 10, 2026

    અખિલેશ યાદવે અયોધ્યાથી ચૂંટણી લડવી જોઈએ, હું પણ ચૂંટણી લડીશ’; CM Yogi Adityanathએ કહ્યું – આપણે શોધીશું કે કોની તાકાત છે.

    October 10, 2026

    Kajolની બહેન તનિષા મુખર્જીએ આરોપ લગાવ્યો છે કે પાપારાઝી જયા બચ્ચનને ’ચીડવવા’ લાગ્યા છે

    October 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.