Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    11 નવેમ્બર નું પંચાંગ

    November 10, 2025

    11 નવેમ્બર નું રાશિફળ

    November 10, 2025

    દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત

    November 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 11 નવેમ્બર નું પંચાંગ
    • 11 નવેમ્બર નું રાશિફળ
    • દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
    • પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
    • 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
    • જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
    • તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
    • શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6
    લેખ

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6

    Vikram RavalBy Vikram RavalJune 30, 2025No Comments8 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ક્રમશ: (વધુ આવતા મંગળવારે)
    – કલ્પેશ દેસાઈ

    બીજા દિવસે સવારના પોરમાં અજયના મોબાઈલની રીંગ વાગી, મોબાઇલની સ્ક્રીન ઉપર જાડેજા સાહેબનું નામ જોઈ અજય સાબદો થઈ ગયો અને ત્વરિત ઝડપે ફોન ઉપાડ્યો, સામે છેડેથી જાડેજા સાહેબે વાતની શરૂઆત કરી.
    “મજામાં ભઈલા?”
    “હા સાહેબ, એકદમ, તમે કેમ છો?”
    “આજે માતાજીની દયા છે એટલે એકદમ તરો તાજા છું,” આગલા દિવસે અનાયાસે લાગેલી ‘ગીરધારલાલ’ નામની લોટરીથી જાડેજા સાહેબ ફુલ ફોર્મમાં હતા.
    “હવે સાંભળ તે અને પિયુષભાઈએ છોકરા છોકરીઓની જે ટીમ તૈયાર કરી રાખી છે મારે તેમને એક વાર મળવું પડશે”
    “હા સાહેબ તમે ‘કયો’ ત્યારે ગોઠવી દઈએ.”
    “તો તું આજે પિયુષભાઈને પૂછી લે, જો એ ફ્રી હોય તો પહેલા આપણે ત્રણેય મળી અને થોડી વાત કરી લઈએ અને ત્યારબાદ તમારી ટીમને પણ મળી લઈએ પરંતુ જો આજે ન ગોઠવાય તો આવતીકાલે તો ચોક્કસ આપણે આ કાર્ય પૂરું કરવું જ પડશે.” અનાયાસે જ જાડેજા સાહેબના ઉત્સાહી અવાજમાં આછેરો આદેશનો રણકો પણ ભળ્યો.
    “જી સાહેબ, હું પિયુષભાઈ સાથે વાત કરીને આપને એકાદ કલાકમાં જણાવું છું.”
    આ છેડે થી જાડેજા સાહેબે ફોન કટ કર્યો.
    એક સાથે ક્રમબદ્ધ રીતે કાર્ય કરવા ટેવાયેલા જાડેજા સાહેબે અજયનો ફોન કટ કર્યા પછી તુરંત જ વિશુભાને ફોન લગાડ્યો.
    “જય માતાજી કેપ્ટન!”
    “જય માતાજી, રાજાજી!, બોલો હુકમ કરો.”
    “બાપુ!, આજે અથવા કાલે હું આપને ત્યાં, અજયભાઈ અને પિયુષભાઈએ જે ટીમ તૈયાર કરી છે તેમાંથી એક છોકરીને પસંદ કરીને લઈને આવીશ, આપણે એ દીકરીને પેલા સિક્યુરિટી ગાર્ડની ભત્રીજી બનાવવાની છે, તમારી સલાહ અને સૂચના મુજબ, તો હું જ્યારે આપની ઓફિસે આવું ત્યારે આપ તે  સિક્યુરિટી ગાર્ડને પણ બોલાવી રાખશો?”
    “તમારે થોડું આવું પૂછવાનું હોય? બસ મારા સિક્યુરિટી ગાર્ડને  ડ્યુટી પર હોય તો અહીં પહોંચવા સુધીનો ટાઈમ રાખજો વચ્ચે.” વિશુભાના અવાજમાં સાચી લાગણીનો અને મિત્રતાનો રણકો પડ્યો.
    “ઠીક છે કેપ્ટન, એકવાર સમય ગોઠવાય એટલે હું આપને એક કલાક અગાઉ ફોન કરીશ, અત્યારે થોડી ઉતાવળમાં છું એટલે ફોન મુકું છું, જય માતાજી.”
    કહીને જાડેજા સાહેબે ફોન કટ કર્યો.
    થોડી જ વારમાં અજયનો પણ જાડેજા સાહેબ પર ફોન આવી ગયો કે, પિયુષભાઈ અત્યારે ફ્રી છે અને જો સાહેબને અનુકૂળ કુળ હોય તો ત્રણે જણા પ્રાથમિક ક્યાં ભેગું થવું તેની કોન્ફરન્સમાં વાત કરી લઈએ. કોન્ફરન્સમાં નક્કી થયા મુજબ 30 મિનિટ પછી ફરીથી એક વખત કર્ણાવતી ક્લબના મીટીંગ રૂમમાં જ મળવાનું નક્કી થયું.
    જાડેજા સાહેબની સમય પાબંદી અને અનુશાસિત કાર્યશૈલીથી સુપેરે વાકેફ અજય અને પિયુષભાઈ નિયત સમય કરતા 10 મિનિટ વહેલા જ કર્ણાવતી ક્લબના કોન્ફરન્સ રૂમમાં પહોંચી ગયા હતા, ઠીક 30 મિનિટ પૂરી થવા પહેલા જાડેજા સાહેબ પણ કોન્ફરન્સ રૂમમાં પહોંચી ગયા.
    જાડેજા સાહેબ અને પિયુષભાઈ પણ અજયને કારણે એકબીજાથી પરિચિત હતા જ અને ત્રણ કે ચાર વખત અગાઉ પણ મળેલા હતા.
    “પિયુષભાઈ કેમ છો? મજામાં?,” બેઠક લેતાની સાથે જ જાડેજા સાહેબે વાતની શરૂઆત કરી.
    “એકદમ મજામાં સાહેબ, આપ કેમ છો?” પિયુષભાઈએ પણ પ્રત્યુતર આપ્યો.
    “બસ જુઓ તમારી સામે જ એકદમ ફીટ એન્ડ ફાઈન, માતાજીની દયા અને અજય જેવા શુભ ચિંતકોના સાથ સહકારને લઈ હજુ પણ એ જ, સમાજ અને કાયદાના દુશ્મનોને શક્ય એટલા બાનમાં રાખવાના પ્રયત્ન કરું છું.”
    “સાહેબ, આપણા સમાજને તમારા જેવા જ કાર્યદક્ષ ઓફિસરોની જરૂર છે.”
    “પિયુષભાઈ મારા જેવો એક ઓફિસર એકલો કશું જ ના કરી શકે. પરંતુ, જો આપના જેવા સમાજલક્ષી જાગૃત પ્રજાજનો અને પ્રમાણિક નેતાઓનો સાથ હોય તો જ સમાજની બદીઓ અને ગુનાખોરી ઉપર અંકુશ રાખી શકાય.”
    “સાચી વાત છે સાહેબ”, અજયે પણ વચ્ચે ટાપસી પૂરી.
    “પિયુષભાઈ હવે સીધો મુદ્દા પર આવું છું, મેં અજયને મારી એવી યોજના કીધી હતી કે, જે છોકરા છોકરીઓની ટીમને આપણે કર્મચારી તરીકે અંદર મોકલીએ છીએ તેમનેએ વાતની જાણ ન થવા દેવી કે, તેઓ પોલીસ ખાતાવતી કામ કરી રહ્યા છે. તો આપને મળવાનો ખાસ ઉદ્દેશ્ય એ છે કે, મારી એ યોજના બરોબર છે કે, એમાં કોઈ ફેરફાર કરવો જરૂરી છે? કેમકે, આમાં મને તમારા અનુભવ અને મદદની જરૂર પડશે.”
    “સાહેબ આપની યોજના બરોબર છે કે, છોકરા છોકરીઓની ટીમને એ વાતની ખબર ન પડવા દેવી કે, તેઓ પોલીસ ખાતાવતી કામ કરી રહ્યા છે. પરંતુ, ટીમમાં કેટલાક સભ્યો તો એવા હોવા જ જોઈએ કે જેમને સુપેરે ખ્યાલ હોય કે તેઓ શું અને કોના માટે કરી રહ્યા છે, જેથી કાર્ય સ્થળે કોઈ એવી ઘટના બને તો સિચ્યુએશનને કંટ્રોલમાં રાખવા માટે એ લોકો સક્ષમ હોય અને આપણી યોજના ઉંધી ના પડે.”
    “વાહ, પિયુષભાઈ જો આને કહેવાય અનુભવ.” જાડેજા સાહેબને પિયુષભાઈ ઉપર માન થઈ આવ્યું.
    “તો પિયુષભાઈ ટીમમાંથી કોને કોને જાણ કરવી એ પણ હવે તમારે જ મને નક્કી કરી આપવું પડશે, મને એવું લાગે છે કે આપણે તમામ લોકોને મળવાને બદલે જેમને જાણ કરવાની છે, એવા જ બે કે ત્રણ યુવક-યુવતીઓને મળીએ તો કેવું?” જાડેજા સાહેબે નિખાલસપણે પિયુષભાઈના હાથમાં કમાન સોંપી દીધી. સાથે સાથે તેમણે પિયુષભાઈને એ પણ જણાવી દીધું કે, કેવી રીતે એ તમામ યુવક યુવતીઓને સિક્યુરિટી ગાર્ડની બનાવેલી ભત્રીજી દ્વારા ત્યાં પ્રવેશ અપાવવા માંગે છે.
    “સાહેબ મને એવું લાગે છે કે, આપણે થોડુંક વિચારીને આગળ વધીએ. જેથી, આપણી યોજના સો ટકા સફળ થાય, તો હું નાસ્તાનો ઓર્ડર કરું છું અને ચા નાસ્તો આવે ત્યાં સુધીમાં હું કંઈક વિચારું.”
    આટલું કહી પિયુષભાઈએ વેઈટરને બોલાવી ચા નાસ્તાનો ઓર્ડર આપ્યો અને ખિસ્સામાંથી પોતાની ફેવરેટ ડેવિડ ઓફ સિગરેટ કાઢી અને સળગાવી, સિગરેટના ઊંડા કસ ખેંચતા ખેંચતા પિયુષભાઈ વિચારોમાં ગરકાવ થઈ ગયા.
    દરમિયાન જાડેજા સાહેબને કોઈકનો ફોન આવ્યો એટલે તે ઊભા થઈ થોડા સાઈડમાં ગયા.
    થોડીવાર પછી જાડેજા સાહેબ મોબાઇલ ફોનની વાતચીત પતાવીને ટેબલ પર પરત ફર્યા એટલી વારમાં ચા નાસ્તો પણ આવી ગયો હતો.
    ચાનો કપ હાથમાં લઇ પિયુષભાઈએ ગંભીરતાપૂર્વક પોતાની વાત રજૂ કરી.
    “સાહેબ, જો તમને વાંધો ન હોય અને આપ અનુમતિ આપો તો સિક્યુરિટી ગાર્ડ ની ભત્રીજી તરીકે કોઈ નવી યુવતીને મોકલવાને બદલે મારી ઓફિસમાં મારી સાથે કામ કરતી અનુભવી યુવતીને જ મેદાનમાં ઉતારવા માગું છું. મને તેની કાર્યક્ષમતા ઉપર પૂરો ભરોસો છે અને મારી સાથે ઘણા વર્ષોથી કામ કરવાને કારણે ઘડાયેલી પણ છે. સાથે સાથે યુવક યુવતીઓની ટીમમાં મારા જ એક અન્ય કર્મચારીને પણ હું દાખલ કરી દઈશ જેથી, કોઈપણ ક્રાઈસીસ સિચ્યુએશન આવે તો આ બંને જણા તે હેન્ડલ કરવા માટે સક્ષમ હોય અને આપણે આ બંનેને સત્ય ઘટનાથી વાકીફ કરી દઈએ અને મને તેના પર પૂરો ભરોસો પણ છે.” એકી શ્વાસે પોતાની વાત અને ‘ચા’ પિયુષભાઈએ પૂરી કરી.
    “વાહ!, પિયુષભાઈ ખરેખર તમારો ખુબ ખુબ આભાર.” જાડેજા સાહેબે આભાર વ્યક્ત કરવાની સાથે અનાયાસે જ પોતાનો જમણો હાથ પિયુષભાઈ તરફ લંબાવ્યો અને પિયુષભાઈએ સહર્ષ જાડેજા સાહેબનો આભાર સ્વીકારી પણ લીધો.
    ત્યાર પછીના અડધો કલાકમાં જાડેજા સાહેબ, અજય અને પિયુષભાઈ, પિયુષભાઈની આલીશાન ઓફિસ ‘જોબ્સ ફોર શ્યોર’ના મીટીંગ રૂમમાં પહેલા બંને યુવક યુવતીઓ સાથે બેઠા હતા.
    “સાહેબ આ છે વૈશાલી અને શ્યામ, વૈશાલી મોટી મોટી કંપનીઓની સ્ટાફની જરૂરિયાતને સમજી અને તે મુજબ સ્ટાફને શોધવાનું કામ કરે છે અને શ્યામ વૈશાલી માટે સ્ટાફનો ઇન્ટરવ્યૂ લેવાનું, તેમને પસંદગી કરવાનું અને ટ્રેનિંગ આપવાનું કામ કરે છે, આ છે, જાડેજા સાહેબ.”
    પિયુષભાઈએ પોતાના સ્ટાફનો અને જાડેજા સાહેબનો એક મેકને પરિચય કરાવ્યો અને ત્યારબાદ વિગતવાર વૈશાલી અને શ્યામને શું કામ કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે તેનો ચિતાર આપ્યો. પિયુષભાઈ જેમ જેમ પોતાની વાત આગળ કરતા ગયા તેમ તેમ વૈશાલી અને શ્યામના ચહેરા ઉપર ક્રમશઃ કુતુહલ, ભય, રોમાંચ અને ઉત્સાહ જેવી લાગણીઓના મિશ્રણની ઝલકની નોંધ જાડેજા સાહેબ ચોકસાઈથી લેતા રહ્યા.
    “તો સરવાળે, તમારે કોઈ નવું કામ નથી કરવાનું જે કામ હાલમાં તમે અહીંયા કરી રહ્યા છો તે જ કામ તમારે અન્ય જગ્યાએ જઈને કરવાનું છે અને આ વખતે તે કામ આપણે દેશ માટે કરવાનું છે. હવે જો તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો” પિયુષભાઈએ પોતાની વાત પૂરી કરી.
    પિયુષભાઈના પ્રશ્નના જવાબમાં વૈશાલી અને શ્યામે એકબીજાની સામું જોયું અને આંખોથી કંઈક વાત કરી એવું લાગ્યું પરંતુ, બંને નકારમાં માથું ધુણાવી પોતાને કોઈ જ પ્રશ્ન નથી તેવું જણાવ્યું.
    બંને તરવરિયા યુવક-યુવતીઓની બોડી લેંગ્વેજ નિહાળી રહેલા જાડેજા સાહેબે તુરંત જ પોતાની વાત મૂકી.
    “વિના સંકોચે તમે કામનો અસ્વીકાર પણ કરી શકો છો, મારું કે પિયુષભાઈનું કોઈપણ જાતનું દબાણ કે શરમ રાખ્યા વગર તમારો જવાબ આપજો”
    ફરીથી બંને એક મેકની સામું જોઈ કંઈક આખોમાં વાત કરી એવું લાગ્યું અને આ વખતે જાડેજા સાહેબની અનુભવી નજરે નોંધ્યું કે, બંને વચ્ચે ચોક્કસ કોઈ કેમેસ્ટ્રી છે.
    આખરે વૈશાલીએ મૌન તોડ્યું અને માત્ર એટલું જ બોલી કે, “સાહેબ મને અને શ્યામને, બન્નેને આ કામ કરવાનું ગમશે પણ ખરું અને અમને એનો રોમાંચ પણ થશે.”
    વૈશાલીના જવાબથી કામ તરફની સ્વીકૃતિ પણ મળી ગઈ અને જાડેજા સાહેબને મનોમન બન્ને વચ્ચે ચાલતી કેમેસ્ટ્રી પર પણ મોહર લાગી ગઈ. કેમકે, શ્યામના પ્રતિભાવની રાહ જોયા વગર જ વૈશાલીએ બન્ને વતી જવાબ આપી દીધો હતો.
    વૈશાલીના જવાબ પછી જાડેજા સાહેબે હળવી રમુજ કરતા કહ્યું, “તો ચાલ પછી આપણે એકાદ કલાકમાં તારા કાકાને મળી લઈએ.”
    ત્યાંથી જ જાડેજા સાહેબે વિશુભાને ફોન જોડ્યો અને જણાવ્યું કે, એક કલાકમાં તેઓ ભત્રીજીને લઈ અને કાકાને મળવા વિશુભાની ઓફિસે આવી રહ્યા છે તો કાકાને બોલાવી રાખે.
    ઠીક એક કલાક પછી જાડેજા સાહેબ શ્યામ અને વૈશાલી સાથે વિશુભાની આલિશાન  ‘ગેલોપ્સ’ સિક્યુરિટીની ઓફિસમાં બેઠા હતા. વિશુભાએ પહેલેથી જ પોતાના ગાર્ડ પ્રફુલ્લને બોલાવી અને તમામ ઘટનાથી વાકેફ કરાવ્યો હતો એટલે વધુ કશું સમજાવવાનું બાકી રહેતું નહોતું. માત્ર ઔપચારિક પરિચય કરાવવાનો હતો, ઔપચારિક પરિચય પછી જાડેજા સાહેબને એક સુખદ આંચકો મળ્યો જ્યારે ગાર્ડ પ્રફુલ્લે નમ્રતાથી પોતાના વિચારો રજૂ કરવાની અનુમતિ માંગી અને પોતાનો વિચાર જણાવ્યો.
    “સાહેબ! આ દીકરીને હું મારી ભત્રીજીની બદલે મારી ભાણેજ તરીકે ઓળખાણ કરાવું તો કેવું રહે? કેમકે, જો મારી રજૂઆત પછી એ લોકો તેને નોકરીએ રાખી લેશે તો દીકરી પાસેથી નોકરીએ જોડાવા માટે તમામ જરૂરી કાગળ માગશે, ત્યારે આ દીકરીની અટક અને મારી અટક અલગ પડશે. પણ હું એને એવું કહું કે, આ મારી બેનની દીકરી છે અને બેનના કુટુંબની જવાબદારી મારી ઉપર છે તો બંનેની અટક અલગ હશે તો પણ વાંધો નહીં આવે.”
    ગાર્ડની સમજદારી ભરી વાત સાંભળી જાડેજા સાહેબ યંત્રવત પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા ગાર્ડ પાસે જઈ અને એની પીઠ થપ થપાવી બોલ્યા, “રંગ છે પ્રફુલ્લભાઈ તમારી સમજદારીને” અને ત્યાર પછી વિશુભા સામે ફરીને બોલ્યા, “કેપ્ટન! તમે ખરેખરા ઝવેરી છો યાર, તમે હીરા પારખી લો છો, હવે મને સહેજ પણ સંચય કે શંકા નથી કે, આપણું મિશન કોઈપણ જગ્યાએથી કાચું રહી ગયું છે કે નિષ્ફળ જશે”
    જાડેજા સાહેબની વાત સાંભળી ‘ગેલોપ્સ’ સિક્યુરિટી એજન્સીની ઓફિસમાં બેઠેલા પાંચે પાંચ લોકોની આંખમાં એક ગજબની ચમક અને આત્મવિશ્વાસ છલકાવા લાગ્યો.
    Kalpesh Desai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”

    November 10, 2025
    લેખ

    જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક

    November 10, 2025
    લેખ

    તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે

    November 10, 2025
    લેખ

    શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?

    November 10, 2025
    લેખ

    બિહારમાં રેકોર્ડ મતદાને 1951 પછીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા

    November 10, 2025
    લેખ

    તંત્રી લેખ…લોકોનું શાસન’ વિરુદ્ધ ’લોકો પર શાસન’

    November 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    11 નવેમ્બર નું પંચાંગ

    November 10, 2025

    11 નવેમ્બર નું રાશિફળ

    November 10, 2025

    દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત

    November 10, 2025

    પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ

    November 10, 2025

    11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”

    November 10, 2025

    જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક

    November 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    11 નવેમ્બર નું પંચાંગ

    November 10, 2025

    11 નવેમ્બર નું રાશિફળ

    November 10, 2025

    દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત

    November 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.