Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part Three

    June 9, 2025

    કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય

    June 9, 2025

    પુસ્તકિયું જ્ઞાન વિરુદ્ધ વ્યવહારુ જ્ઞાન

    June 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part Three
    • કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય
    • પુસ્તકિયું જ્ઞાન વિરુદ્ધ વ્યવહારુ જ્ઞાન
    • પારકી સ્ત્રીના મોહથી બચવાનો ઉપાય
    • ભારતીયો પર Saudi Arabia ની મુસાફરી પર કોઈ પ્રતિબંધ નથી, વિદેશ મંત્રાલય
    • Donald Trump કાયદા અમલીકરણ અધિકારીઓને માસ્ક પહેરેલા વિરોધીઓની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે
    • Kerala ના દરિયાકાંઠે જહાજમાં આગ,નૌકાદળ દ્વારા ૧૮ લોકોને બચાવી લેવામાં આવ્યા
    • કાકીના લગ્નમાં હાજરી આપતી વખતે સગીર છોકરી પર સામૂહિક દુસ્કર્મ , ૮ આરોપીઓની ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?
    લેખ

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?

    Vikram RavalBy Vikram RavalMay 26, 2025Updated:May 28, 2025No Comments8 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લેખકઃ કલ્પેશ દેસાઈ

    સાલ ૨૦૧૧ નો મે મહિનો, ધખતી બપોરે, Ahmedabad શહેરના, પ્રહલાદ નગર વિસ્તારમાં, બે અલગ-અલગ વ્યક્તિઓના મનમાં અલગ-અલગ કારણોથી ઉન્માદ છવાયેલો હતો. જેમાં પ્રથમ વ્યક્તિ હતો Bhavnagar જેવા નાના શહેરમાંથી Ahmedabadમાં સ્થળાંતર કરી અને બહુ ટૂંકા સમયમાં ઝડપથી અબજોપતિ બનવાના સપના જોતો ’Anand’.

    અને બીજો વ્યક્તિ હતો આર્થિક ગુના નિવારણ શાખાનો ’Police Inspector જાડેજા’.  જાંબાઝ Police Inspector જાડેજાની, પોલીસ બેડા અને સામાન્ય પ્રજાજનોમાં છાપ કડક, નીડર, પ્રમાણિક અને નિષ્પક્ષ Police Officer તરીકેની હતી.

    ઉપરના બન્ને વ્યક્તિઓ માટે આજનો દિવસ અતિ મહત્વનો અને યાદગાર બની રહેવાનો હતો. કેમ કે ’આનંદે’ આજના દિવસે પોતાના આજ સુધીના જીવનની સૌથી વધુ એક દિવસય કમાણી  (Single Day Income) કરી હતી અને જાડેજા સાહેબ પોતાની અત્યાર સુધીની કારકિર્દીની સૌથી મોટી રેડ પાડવા જઈ રહ્યા હતા.

    અને બન્નેને જોડનાર એક સામાન્ય કડી હતી Ahmedabadમાં ચાલી રહેલા Fraud Call Centre, જેના દ્વારા થતી બિન નિવાસી ભારતીઓની ઉઘાડી લુટ.

    આજના દિવસના ૨ અઠવાડિયા પહેલાંની એક સાંજ

    ‘‘અજય ચોક્કસ માહિતી છે, ને?‘‘  જાડેજા સાહેબ પોતાની ચેમ્બરમાં પોતાના ખબરી પાસેથી માહિતી મેળવી રહ્યા હતા. ‘‘સાહેબ સો એ સો ટકા સચોટ બાતમી છે,  મારા પંટરો છેલ્લા એક અઠવાડિયાથી તેમની ઉપર નજર રાખી રહ્યા છે, ચોક્કસથી એ તમામ લોકો કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે પરંતુ, તેઓ કઈ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ કરી રહ્યા છે તે મને ચોક્કસ સમજાતું નથી કારણ કે મારા લેવલની બહારની વાત છે‘‘. જાડેજા સાહેબનો બાતમીદાર પોતાની પાસે આવેલી બાતમી અને જ્ઞાન જાડેજા સાહેબને પીરસી રહ્યો હતો.

    ‘‘અજય તને શેના ઉપરથી એવું લાગ્યું કે અંદર કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલી રહી છે?‘‘ જાડેજા સાહેબે પૂછ્‌યું.

    ‘‘સાહેબ તેના એક નહીં અનેક કારણો છે, એક તો તેમણે રહેણાક ફ્લેટમાં પોતાની ઓફિસ બનાવી છે, બીજું આશરે અંદર ૨૦ થી ૨૫ છોકરા છોકરીઓનો સ્ટાફ રાખ્યો છે, ફ્લેટના દરવાજા કાયમી ધોરણે અંદરથી બંધ જ હોય છે, નથી બહાર કોઈ બોર્ડ મારેલું કે નથી કોઈ વિગત કે, અંદર શેનું કામકાજ ચાલી રહ્યું છે અને આ તમામથી ઉપર અંદર સતત નાસ્તા પાણી લેવા પહોંચાડવાની સર્વિસ ચાલુ જ હોય છે. છોકરીઓનો સ્ટાફ ૮ વાગ્યા પછી ધીમે ધીમે નીકળી જાય છે પરંતુ, ત્યાર પછી નવા યુવકો આવે છે જે આખી રાત કંઈક પ્રવૃત્તિ કરતા હોય છે પરંતુ અંદર શું થઈ રહ્યું છે તેની ચોક્કસ માહિતી નથી મળતી. એ લોકો ચા વાળા છોટુને પણ અંદર આવવા દેતા નથી, એમને ત્યાં ૨ પટાવાળા કે ઓફિસ બોય રાખ્યા છે તે લોકો જ કોઈ પણ વસ્તુ બહારથી અંદર લઈ જાય છે અથવા અંદરથી બહાર અને મને સૌથી વધુ શંકા ત્યારે ગઈ કે જ્યારે તેના પટાવાળા સામે પાનના ગલ્લે એક વખત સિગારેટ લેવા આવ્યા ત્યારે મેં મારા સગા કાને તેમને વાત કરતા સાંભળ્યા કે શેઠને આજે તો ૧૨ લાખનો મોટો મુરઘો ફસાયો.‘‘

    જાડેજા સાહેબે ધ્યાનપૂર્વક અજયની વાત સાંભળી અને પોતાની અંગત ડાયરીમાં કશિક નોંધ કરી. પછી આંખો બંધ કરી એમનેમ સ્થિતપ્રજ્ઞ પરિસ્થિતિમાં બેસી રહ્યા, એ દરમિયાન સામે છેડે બેઠેલા અજયના મનમાં અવઢવ ચાલી રહી હતી કે, સાહેબ શું વિચારે છે? હું બેસી રહું કે મને જવાનો સંકેત છે? સાહેબને મારી વાત ગળે ઉતરી હશે કે નહીં? અને જો ખરેખર કંઈક મોટો ગુનો પકડાય તો મને આમાંથી શું અને કેટલો આર્થિક ફાયદો થશે? અજય પોતાના વિચારના વમળોમાં ફસાયેલો હતો ત્યાં જ અચાનક જાડેજા સાહેબે આંખો ખોલી અને તેમના મગજમાં કંઈક ઝબકારો થયો હોય એમ તેણે પોતાના ખબરી અજયને કહ્યું, ‘‘ધ્યાનથી સાંભળ અજય!, તારી વાત ઉપરથી મારા Police Officer તરીકેના મગજને એવું લાગી રહ્યું છે કે જરૂર કોઈક મોટો ગુનો થઈ રહ્યો છે જે તારી અને મારી સમજણથી પરે છે, આમાં પૂરેપૂરી માહિતી મેળવી અને ઊંડા ઊતર્યા સિવાય અધકચરા આયોજનથી આગળ નહીં વધી શકાય, તું એક કામ કર, ચારથી પાંચ યુવાનોની એક ટીમ બનાવ, તે થોડું ઘણું ઈંગ્લીશ બોલી શકતા હોય અને ભણેલા તેમજ દેખાવે સ્માર્ટ લાગતા હોય, જો આ ટીમમાં કોઈપણ રીતે બે યુવતીઓને જોડી શકાય તો વધુ સારું.

    આપણે તેમની પાસે કામ કરાવવાના બદલામાં તેમને મોટું વળતર ચૂકવીશું પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજે કે, તેમને એ ખબર ન પડવી જોઈએ કે આ કામ તેઓ પોલીસ ખાતા વતી કરી રહ્યા છે અથવા આ કામમાં કોઈ જોખમ છે. પ્રાથમિક તબક્કે તારે આ ટીમને એવું જ જણાવવાનું છે કે, તમને એક સર્વેની કામગીરી સોંપવામાં આવશે જે કોઈ મોટી કંપની વતી એક ટ્રાયલ છે અને તેના બદલામાં તમને મોટું વળતર પણ ચૂકવવામાં આવશે. એક વખત ટીમની પસંદગી થઈ જાય પછી બાકીની યોજના હું તને આગળ જણાવીશ.‘‘

    ‘‘પણ સાહેબ હું શું કહું છું!‘‘ અજય આ શબ્દો બોલવા ગયો પણ જાડેજા સાહેબના સ્વભાવ અને તેમની રીતભાતથી સુપેરે પરિચિત અજયના મોંમાંથી આ શબ્દ ન નીકળી શક્યા, બીજી બાજુ અજયને ખાતરી હતી કે, અત્યાર સુધીના એક પણ કેસમાં જાડેજા સાહેબે ક્યારેય પાછી પાની કરી નથી, કે પોતાના જાનના જોખમે પણ પોતાના ખબરીઓને ઉની આંચ આવવા દીધી નથી. તેમજ દરેક વખતે પોતાના ખબરીઓના આર્થિક હિતનું તેમજ જીવનનું રક્ષણ કર્યું છે. આમ જાડેજા સાહેબની રીતરસમ અને જાડેજા સાહેબના મનસુબાથી વાકેફ અજય ફરી એકવાર જાડેજા સાહેબના ભરોસામાં તણાયો.

    અજયને સુચના આપી જાડેજા સાહેબ ફરી આંખો બંધ કરી વિચારમાં ડૂબી ગયા. આ વખતે અજય સમજી ગયો કે, હવે તેને જવાનો સ્પષ્ટ સંકેત છે એટલે એણે ઊભા થઈ જાડેજા સાહેબની રજા લીધી. પરંતુ આ વખતે જાડેજા સાહેબ કે અજય બન્ને માંથી કોઈને ખબર નહોતી કે પોતે Gujaratના સૌથી મોટા અને સાવ નવી જ પ્રકારના આર્થિક ગુનાનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છે.

    વર્ષોથી અમદાવાદમાં RTO એજન્ટ તરીકે નામ અને દામ કમાઈ ચૂકેલા અજયને અજાણતામાં જ, જ્યારે એક કારના ટ્રાન્સફર અને રજીસ્ટ્રેશન વખતે કાર અગાઉ ચોરી અને લૂંટના ગુનામાં વપરાયેલી હોય, લાંબા સમય માટે જેલમાં જવું પડે તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હતી. તે દરમિયાન તેની મુલાકાત એક PSI સાથે થઈ હતી. ’PSI જાડેજા’ પ્રમોશન પછી હાલના PI તરીકે  કાર્યરત જાડેજા સાહેબ ત્યારે શહેરના છેવાડાના ઓઢવ વિસ્તારમાં PSI હતા.

    ગુનો સાહેબના વિસ્તારમાં બન્યો હતો, એ વખતે અજય સંપૂર્ણ નિર્દોષ હતો. પરંતુ, છટકામાં સપડાઈ ગયો હતો અને છૂટવા માટે કંઈ પણ કરવા તૈયાર હતો, ગુનામાંથી છૂટવા માટે એ સમયે તેણે PSI જાડેજા ને મોટી લાંચ ની રકમ ઓફર પણ કરી હતી. પરંતુ, ત્યારે અજયને જાણ ન હતી કે માત્ર શોખ અને જુનુનના લીધે પોલીસની વર્દી પહેરનાર PSI જાડેજા એક અતિ ધનાઢય અને સમૃદ્ધ પરિવારમાંથી આવતા હતા. અજયે ઓફર કરેલી લાંચની રકમ સાહેબના ખિસ્સા માટે ચણા-મમરા સમાન હતી અને સાહેબની ખુમારી માટે વજ્રઘાત સમાન હતી.

    પ્રાથમિક તબક્કે તો જાડેજા સાહેબે નક્કી કર્યું હતું કે, મને લાંચની ઓફર કરનાર આ વ્યક્તિની રિમાન્ડમાં તેને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવું. પરંતુ, રિમાન્ડ દરમિયાન જાડેજા સાહેબને એવું પ્રતિત થયું કે આ વ્યક્તિ નિર્દોષ છે, કારણ કે જાડેજા સાહેબ ગુનેહગારોની મોડસ ઓપરેન્ડી અને તેમની બોડી લેંગ્વેજથી સુપેરે પરિચિત હતા. જે, એક પણ લક્ષણ અજયમાં તેમને દેખાયું નહોતું તેથી તેમણે શાંતિથી અજયની આખી વાત સાંભળી.

    પોતાની આગવી સુઝથી અજયે કહેલ દરેક વાતને ક્રોસટેલી કરી અને  જરૂર લાગી ત્યાં પાકકી ચકાસણી પણ કરી અને ત્યારબાદ કેસના પેપર્સ એવી રીતે તૈયાર કર્યા કે, અજયનો કોર્ટમાંથી નિર્દોષ છુટકારો થયો. અજયે પણ જાડેજા સાહેબને વચન આપ્યું કે, તેમના ઉપકારનો બદલો તે સહકારથી વાળશે. બસ ત્યારથી તે જાડેજા સાહેબનો ખબરી બની ગયો.

    અલબત્ત દરેક સાચી ખબર અને યોગ્ય સહકાર માટે જાડેજા સાહેબે પોતાના સ્વખર્ચે તેને આર્થિક ફાયદો પણ કરાવ્યો. તેમજ સત્યનિષ્ઠ જાડેજા સાહેબના સમાજમાં ઘનિષ્ઠ સંબંધોને લઈ અને અજયના RTOના કામમાં પણ તેમને જાડેજા સાહેબ પાસેથી બહુ જ મોટા ગ્રાહકો મળવા લાગ્યા. સમયનું ચક્ર ફરતું રહ્યું. જાડેજા સાહેબની Ahmedabadથી Surat, Vadodara બદલી થઈ અને પછી પ્રમોશન સાથે ફરીથી Ahmedabadમાં Economic Crime Prevention Branchના PI બનીને આવ્યા અને ફરીથી અજય તેમના માટે કામે લાગી ગયો. જાડેજા સાહેબની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા બાદ તુરંત અજયે પોતાના વિશ્વાસુ પંટર ’મુન્ના’ને કોલ લગાવી કેટલીક જરૂરી સૂચનાઓ આપી અને તુરંત કામે લાગી જવા જણાવ્યું. તો બીજી તરફ જાડેજા સાહેબે પોતાની ડાયરીમાં ચીવટ પૂર્વક તબક્કાવાર કામની યાદી બનાવી અને પોતાના અતિ વિશ્વાસુ અને બાહોશ હેડ Constable ’હર્ષદ’ને બોલાવ્યો.

    ‘‘જો હર્ષદ અત્યાર સુધી આપણે  જેટલા કેસ ઉકેલ્યા છે તેના કરતાં આ કેસ સાવ અલગ છે, હાલમાં આપણી પાસે માત્ર ગુનો થઈ રહ્યો છે તેવું અનુમાન છે, કોઈ ચોક્કસ આધાર કે પુરાવાઓ નથી, પણ મારી છઠ્ઠી ઇન્દ્રિય જે રીતે મને સંકેતો આપી રહી છે, મને દ્રઢ વિશ્વાસ છે કે કંઈક  બહુ જ મોટો અને અતિ ગંભીર પ્રકારનો પરંતુ નવીનતમ ગુનો આચરવામાં આવી રહ્યો છે. પણ, શું અને કેવો તેનું મને કોઈ જ અનુમાન પણ નથી, માટે આપણે એટલું કાળજી અને ચીવટ પૂર્વક કામ કરવું પડશે કે ક્યાંયથી પણ કોઈ છેડો ઢીલો ના રહી જાય.‘‘

    હર્ષદ સાહેબ તમે ભરોસો રાખો, તમે મને જે પણ કામ સોપશો તેમાં, કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં રહે અને તમારી અપેક્ષાથી વધુ સારું પરિણામ હું તમને આપીશ.

    જાડેજા સાહેબે પોતાની ડાયરીમાં કરેલી નોંધમાંથી હર્ષદને જેટલી જરૂર હતી તેટલી સૂચનાઓ ચીવટ પૂર્વક આપી અને એ સાથે અજયની બાતમી મુજબના લોકેશન પ્રહલાદ નગરના રેડિયો મિર્ચી ટાવર પાસે આવેલા ફ્લેટ પર નજર રાખવાનું કામ હર્ષદને સોંપવામાં આવ્યું.

    બીજી જ ઘડીએથી જાડેજા સાહેબ- હેડ કોન્સ્ટેબલ હર્ષદ, અજય-મુન્નો, ગુજરાતના સૌથી મોટા અને નવીન જ પ્રકારના આર્થિક ગુના ઉપર સકંજો કસવાની તૈયારીના કામમાં લાગી ગયા.

    ઠીક આ જ સમયે, જાડેજા સાહેબની ટીમ જે ગુનાનો પર્દાફાશ કરવા અને જે ગુનેગારને પકડવા મથી રહી હતી તે Fraud Call Centreના ગુનાની દુનિયાનો નવો-નવો બનેલો બેતાજ બાદશાહ, ’આનંદ ભાવનગરી’ પોતાના ગુનાખોરીના ધંધાના વિસ્તરણ માટે ચાઇનાની એક કંપની સાથે બ્લેડ સવર્રની ડીલ કરી રહ્યો હતો. આ સર્વર એક એવા પ્રકારનું સર્વર હતું કે જેમાં, ચાલુ કોલ દરમિયાન જ કોલ કરનારનું લોકેશન બદલાતું રહે અને જો કોઈ એ કોલને ટ્રેસ કરવાનો પ્રયાસ કરે તો, એમને અલગ-અલગ સ્થળ, અલગ-અલગ શહેર અથવા અલગ-અલગ દેશનું લોકેશન મળતું રહે.

    સકારાત્મક અને નકારાત્મક બન્ને શક્તિઓ પોતપોતાની ચર્મ સીમાએ કાર્ય કરી રહી હતી. કાયદાના રક્ષકો એ પ્રયાસ અને મથામણમાં હતા કે જેમ બને તેમ જલ્દી ગુનો ઉકેલી અને ગુનેગારોને પકડી લેવાય અને સામે છેડે ગુનેગારો એ પ્રયાસમાં હતા કે કઈ રીતે આ ઉંદર બિલાડીની રમતમાં હંમેશા,  કાયદાની બિલાડીથી એક ડગલું આગળ રહી અને બિલાડીને માત આપી શકાય. કોણ આગળ રહેશે, કોણ પાછળ? કોને જીત મળશે અને કોને શિકસ્ત એ તો આવનારા દિવસો જ નક્કી કરવાના હતા.

    (વધુ આવતા મંગળવારે)

    Fraud Call Centre Fraud Mafia Gujarat Police Kalpesh Desai NRI Police Inspector
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part Three

    June 9, 2025
    લેખ

    કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય

    June 9, 2025
    લેખ

    પુસ્તકિયું જ્ઞાન વિરુદ્ધ વ્યવહારુ જ્ઞાન

    June 9, 2025
    ધાર્મિક

    પારકી સ્ત્રીના મોહથી બચવાનો ઉપાય

    June 9, 2025
    લેખ

    તંત્રી લેખ…સાચાને સાચું કહેનારા શશિ થરૂર

    June 9, 2025
    લેખ

    8 જૂન, “વિશ્વ મહાસાગર દિવસ”

    June 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part Three

    June 9, 2025

    કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય

    June 9, 2025

    પુસ્તકિયું જ્ઞાન વિરુદ્ધ વ્યવહારુ જ્ઞાન

    June 9, 2025

    પારકી સ્ત્રીના મોહથી બચવાનો ઉપાય

    June 9, 2025

    ભારતીયો પર Saudi Arabia ની મુસાફરી પર કોઈ પ્રતિબંધ નથી, વિદેશ મંત્રાલય

    June 9, 2025

    Donald Trump કાયદા અમલીકરણ અધિકારીઓને માસ્ક પહેરેલા વિરોધીઓની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે

    June 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part Three

    June 9, 2025

    કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય

    June 9, 2025

    પુસ્તકિયું જ્ઞાન વિરુદ્ધ વ્યવહારુ જ્ઞાન

    June 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.