Junagadh , તા.૨૭
બહેનોમાં કારકિર્દી અંગે જાગૃતિ ફેલાવવા તેમજ તેમને હુન્નરવાન બનાવવા માટે મહિલા આઇ.ટી.આઇ. સંસ્થા જૂનાગઢ ખાતે વિશેષ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, આ કેમ્પમાં ભાગ લેનાર બહેનોને વિવિધ વ્યાવસાયિક કૌશલ્યો અંગે તાલીમ આપવામાં આવે છે. જેમાં કોમ્પ્યુટર, ફેશન ડિઝાઇન, પાર્લર, સીવણ કામ અને ફિઝિયોથેરેપીની તાલીમનો સમાવેશ થાય છે. આ સાથે લાભાર્થીઓને અલ્પાહાર અને જરૂરી સાધનોવાળી કીટ પણ આપવામાં આવે છે. તેમજ ૨ દિવસની તાલીમ પૂર્ણ થયા બાદ તેઓને અનુભવનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.
આ સમર કેમ્પ અંગે વધુ માહિતી મેળવવા માટે સરકારી મહિલા આઇ.ટી.આઇ. સંસ્થા, જૂનાગઢ ખાતે રુબરુ અથવા ફોન નંબર ૦૨૮૫- ૨૬૨૧૩૮૫ પર સંપર્ક સાધવા આચાર્ય, મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.