Rajkot,તા.23
વડોદરામાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રી ની અધ્યક્ષતા માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની જન્મ દિન નિમિત્તે થેલેસેમિયા ફ્રી ટેસ્ટ કેમ્પ યોજાયો. જેમાં 1100 કરતા પણ વધુ યુવાનો તથા સિગ્મા યુનિવર્સિટી નવજીવન સ્કૂલના વિદ્યાર્થિયો જોડાયા હતા . આ કાર્યક્રમ માત્ર આરોગ્ય ચકાસણી લક્ષી નહોતો, પરંતુ સમાજને થેલેસેમિયા મુક્ત બનાવવાનો પવિત્ર સંકલ્પ હતો.
VYO દ્વારા સમગ્ર ભારતમાં 1 કરોડ ફ્રી થેલેસેમિયા ટેસ્ટનો પ્રોજેકટ કાર્યરત છે. તે અંતર્ગત આજનો આ કાર્યક્રમ ગોઠવાયો હતો. તેમાં ભાજપ શહેર પ્રમુખ જયપ્રકાશભાઈ સોની, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ શાહ, ભાજપ શહેર મહામંત્રી રાકેશભાઈ સેવક, કોર્પોરેટર સ્નેહલબેન પટેલ, સુનીલભાઈ ગણદેવીકર (સારા ગણદેવીકર), હર્ષભાઈ શાહ (સિગ્મા યુનિવર્સિટી) તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમા સિગ્મા યુનિવર્સિટીના યુવાનો/બાલકો જોડાયા હતા.
થેલેસેમિયા એક વારસાગત લોહીનો રોગ છે, જેમાં બાળકને દર 15-20 દિવસે લોહી ચઢાવવું પડે છે. લગ્ન પહેલાં કરાવેલો એક સરળ બ્લડ ટેસ્ટ આ દુ:ખને અટકાવી શકે છે.
પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીના પ્રવચનની રત્ન કર્ણિકા ” મોદીજી હંમેશાં કહે છે – 125 કરોડ લોકો નાનું પગલું ભરે, તો ભારત 125 કરોડ પગલું આગળ વધશે.આજે એ નાનું પગલું છે – થેલેસેમિયા ટેસ્ટ,” મોદીજીના જન્મદિવસે આપણે ફૂલ કે માળા નથી અર્પી રહ્યા -આપણે એક વચન અર્પી રહ્યા છીએ – અમે થેલેસેમિયા ફ્રી ભારત બનાવશું.” લગ્ન પહેલાં 5 મિનિટનો ટેસ્ટ -આખું જીવન હોસ્પિટલમાં જતાં અટકાવી શકે છે.” સાચો યુવાશક્તિનો સંકલ્પ એ છે કે -આવતી પેઢીને દુ:ખમાંથી બચાવવી.” થેલેસેમિયા ફ્રી ભારત એ માત્ર ડોક્ટરોનો વિષય નથી -એ તો દરેક પરિવારનો સંકલ્પ છે.
” મોદીજીનું જીવન સંદેશ આપે છે.
પરિસ્થિતિ નબળી હોય, પણ સંકલ્પ મજબૂત હોય તો અશક્યને શક્ય બનાવી શકાય.” થેલેસેમિયા મુક્ત ભારત માટેનો પ્રથમ પગલું -આ જ મોદીજીને આપેલો સાચો જન્મદિવસનો ભેટ છે.સમાજ માટે સંદેશ” લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ ફરજિયાત થવો જોઈએ.” આ સંદેશ દરેક પરિવાર, મિત્રમંડળ અને સમાજ સુધી પહોંચાડવો જોઈએ.” આવતી પેઢીને રોગમુક્ત બનાવવું એ સાચી સેવા અને સાચો દેશપ્રેમ છે.