Jamnagar તા ૨,
મહોરમ થી જ ઇસ્લામ ના નવા વર્ષનો આરંભ થાય છે. આ વખતે ઇસ્લામના ૧૪૪૭ માં વર્ષનો પ્રારંભ થયો છે. મુસ્લિમ બિરાદરો દ્વારા ‘હઝરત ઈમામ હુસૈન સાહેબ’ ની શહાદતની યાદમાં મહોર્રમ માસ દરમ્યાન કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે. મહોરમ માસ દરમ્યાન જામનગર શહેરમાં કલાત્મક તાજિયા બનાવામાં આવે છે. સુન્ની દારૂલ કઝા અને ચાંદ કમિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે, જે અનુસાર આગામી તારીખ ૬ જુલાઈ રવિવાર ના રોજ યૌમે આશુરા મનાવવામાં આવશે, અને આ જ દિવસે તાજીયા ટાઢા થશે.અત્રે નોંધનીય છે કે મહોરમ એટલે કે, કરબલાની પવિત્રતમ કુરબાનીને યાદ કરવાનો અવસર છે તે અનુસાર દસ દિવસ સુધી ઠેક ઠેકાણે શહીદોની શાનમાં તકરીર તથા ન્યાઝ નું આયોજન કરવામાં આવી રહ્યું છે, અને મુસ્લિમ વિસ્તારમાં રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે.