Rajkot,તા.૧૯
રાજકોટના નાગેશ્વર પર્શ્વનાથ સિટીમાં ૧૫ નવેમ્બરના રોજ સવારે ૮ઃ૪૫ વાગ્યે એક હ્રદય કંપી ઘટના બની હતી. પત્નીના કથિત અફેરથી કંટાળી ગયેલા પતિએ સોસાયટીના પાર્કિંગમાં જ પોતાની લાઇસન્સી રિવોલ્વરથી પત્ની પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ત્યારબાદ પોતાના લમણે ગોળી મારી આપઘાલ સુઇસાઇડ કરી લીધું. પતિનું તો ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ પત્નીએ બે દિવસ સારવાર બાદ ૧૭ નવેમ્બરે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.લાલજી પાસે લાઇસન્સી રિવોલ્વર હતી, જેનો ઉપયોગ આ ઘટનામાં થયો હતો.
સવારે ૮ઃ૪૦ વાગ્યે તૃષા યોગા ક્લાસ પૂરો કરીને પોતાની મિત્ર સાથે સ્કૂટી પર સોસાયટીમાં પ્રવેશે છે.બંનેની સ્કૂટીની બરાબર પાછળ લાલજી પણ પોતાની બાઇક પર આવે છે અને તેમનો પીછો કરતો જોવા મળે છે.પાર્કિંગમાં પહોંચતાંની સાથે જ લાલજી ઝડપથી બાઇક અટકાવીને પત્ની પાસે પહોંચે છે.બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થાય છે. લાલજી પત્નીને ધક્કો મારે છે, જવાબમાં તૃષા પણ પતિને ધક્કો મારે છે અને એક-બે થપ્પડ પણ ઝીંકી દે છે.
આ દરમિયાન પત્નીની મિત્ર ડરીને થોડે દૂર સરકી જાય છે.અચાનક લાલજી કમરમાંથી રિવોલ્વર કાઢે છે અને પત્ની પર ફાયર કરે છે.પહેલો રાઉન્ડ મિસ થાય છે, બીજો અને ત્રીજો રાઉન્ડ તૃષાને વાગે છે. તે જમીન પર ઢળી પડે છે.તરત જ લાલજી રિવોલ્વર પોતાના જમણા કાન પાસે મૂકીને ટ્રિગર દબાવી દીધું અને પત્નીની બાજુમાં જ લોહીથી ખરડાયેલો પડી ગયો.આખી ઘટના માત્ર ૪૫-૫૦ સેકન્ડમાં પૂરી થઈ ગઈ અને સોસાયટીના ઝ્રઝ્ર્ફમાં સ્પષ્ટ કેદ થઈ ગઈ છે.મૃતકા તૃષાનાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કેઃદોઢ-બે મહિના પહેલાં લાલજીને ખબર પડી હતી કે તેમની પત્નીનો તેમની સગી કાકીના દીકરા સાથે પ્રેમસંબંધ છે.આ વાતથી ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા.અંતે તૃષા પોતાની બહેનપણી પાસે અલગ રહેવા લાગી હતી.
૧૪ નવેમ્બરની રાત્રે પણ સમાધાન માટે તૃષાનો અને ભાણેજ તેને મળવા ગયા હતા, પરંતુ વાતચીત નિષ્ફળ ગઈ હતી.બીજા જ દિવસે સવારે આ દુઃખદ અંત આવી ગયો.ગાંધીગ્રામ પોલીસે લાલજી સોજીત્રા સામે હત્યા, આર્મ્સ એક્ટ તથા અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.પત્નીનું મોત બાદ આ કેસ હવે મર્ડર કેસમાં ફેરવાઈ ગયો છે.સીસીટીવી ફૂટેજ, રિવોલ્વર, ખાલી ખોખા તથા અન્ય પુરાવા કબ્જે કરવામાં આવ્યા છે એફએસએલ ટીમે ઘટનાસ્થળની તપાસ કરી છે.આ ઘટનાએ ફરી એકવાર પારિવારિક વિવાદોને સમયસર ઉકેલવાની જરૂરિયાત સામે પ્રશ્ન ઉભા કર્યા છે. બે જીવન ખતમ થઈ ગયા, બે પરિવારો ઉજ્જડી ગયા અને એક નાનકડી સોસાયટીના રહેવાસીઓ હજુ પણ ડરના છાયામાં જીવી રહ્યા છે.

